________________
ઓળખાણ કરી શકે છે. એક વિશેષતા એ છે કે : તે શબ્દો દ્વારા પાત્ર જીવ આત્માને જાણી શકે છે. તે
જીવના જ્ઞાન અને સુખ બે ગુણ બધાને અનુભવમાં : બે આવે તેવા છે. ઈન્દ્રિય જ્ઞાનમાં પુદ્ગલનારૂપી ગુણો જણાય છે તેના ઉપ૨થી પુદ્ગલનું જ્ઞાન થાય છે
કઈ રીતે ? તે સમજવા માટે ત્રીજા બોલનો અભ્યાસ કરીએ. થોડી ધીરજથી સમજીએ.
તેમ અહીં આત્માના પણ બે ગુણો અનુભવમાં આવે:
છે તેથી તેની મારફત આત્મા જાણી શકાય છે. જ્ઞાન અને સુખ એ માત્ર શબ્દો દ્વારા જ આપણે જાણીએ છીએ તેમ નથી. બન્ને વેદનભૂત છે તેથી ત્યાંથી પ્રવેશ મળે છે.
બોલ નં. ૩ :- પહેલા બે બોલમાં ઈન્દ્રિયની મુખ્યતાથી વાત લીધી. જીવ ઈન્દ્રિયો વડે જાણતો
નથી અને ઈન્દ્રિયો વડે જણાતો નથી. હવે આચાર્યદેવ મનને દાખલ કરે છે. જીવ મન દ્વારા રૂપી અને અરૂપી બન્ને પદાર્થોને વિષય કરી શકે છે. અજ્ઞાની જીવ મનનો ઉપયોગ માત્ર રૂપી પદાર્થોને જાણવા માટે જ કરે છે. મન મુખ્યપણે પાંચ ઈન્દ્રિયોના વિષયોનું સંકલન કરે છે. દૃષ્ટાંતઃ- જે સફેદ ગાંગડો હોય
:
પાત્ર જીવને માત્ર આત્માના સ્વરૂપને જાણીને સંતોષ નથી થતો. તે એવો આત્મા કેવી રીતે પ્રાપ્ત થાય તે પણ જાણવા માગે છે. જ્ઞાની પોતે આત્માની આરાધના કરી રહ્યા છે. તે આત્મ પ્રાપ્તિનો માર્ગ છે. પ્રયોગ છે તેથી પાત્ર જીવ તેવા પ્રયોગને લક્ષમાં લઈ અને મોક્ષ માર્ગનું સ્વરૂપ નક્કી કરી લે છે. જ્ઞાની તે પ્રકારે ઉપદેશ પણ આપે છે. પરંતુ ત્યાં ઉપદેશના શબ્દો ગૌણ છે. મુખ્ય કાર્ય તો પ્રયોગને લક્ષમાં લેવાથી થાય છે. દૃષ્ટાંતઃ માતા રસોઈ કરતી જાય છે અને પુત્રીને શિખવતી જાય છે.
અે
અને મીઠો હોય તો તે સાક૨ છે. એ રીતે રંગઆકાર અને સ્વાદ મારફત જીવ સાકર ચીજને ઓળખી લે છે. મન વિનાના પ્રાણીઓ સ્વાદને ચાખે ખરા પરંતુ શેનો સ્વાદ છે તેમ પદાર્થ સુધી તેનું જ્ઞાન લંબાતું નથી. મન વાળા પ્રાણી જ આ રીતે ગુણ ભેદમાંથી પ્રવેશ લઈને પદાર્થનું જ્ઞાન કરી શકે છે. આત્માની ઓળખાણ પણ તેના ગુણ ભેદમાંથી પ્રવેશ ક૨ીને જ થાય છે. અહીં એક વાત ખ્યાલમાં રહે કે પુદ્ગલના રૂપી ગુણો ઈન્દ્રિય પ્રત્યક્ષનો વિષય થાય છે. પરંતુ એ રીતે આત્માના કોઈ ધર્મો ઈન્દ્રિયના વિષયો થતાં નથી. આ રીતે ઈન્દ્રિય પ્રત્યક્ષ પૂર્વક અનુમાન વર્ડ પણ આત્મા જાણી શકાય નહીં. ઈન્દ્રિય જ્ઞાનમાં આત્માનો એક પણ ગુણ જણાતો જ નથી. તેથી મન પાસે જવાનો પ્રશ્ન જ રહેતો નથી.
માટે આ બોલમાં કહે છે કે ઈન્દ્રિય પ્રત્યક્ષ પૂર્વક અનુમાન વડે પણ આત્મા જણાતો નથી.
જિનાગમમાં દેશના લબ્ધિનો નિયમ દર્શાવવામાં આવે છે અર્થાત્ અનાદિ અજ્ઞાની જીવ એકવાર જ્ઞાની ગુરુના પ્રત્યક્ષ સમાગમમાં આવે છે અને ઉપદેશ ગ્રહણ કરે છે. પછી જ સ્વાનુભવ કરી શકે છે. આ રીતે જ્ઞાનીની સાધના અંતરંગ નિમિત્ત થાય છે અને ઉપદેશ બહિરંગ નિમિત્ત થાય છે.
:
આ પ્રમાણે આ બોલનો વિચા૨ ક૨વાથી એટલો ખ્યાલ આવે છે કે આત્મા ઈન્દ્રિય પ્રત્યક્ષનો વિષય નથી. તેથી ઈન્દ્રિયો દ્વારા આત્મા જાણી શકાય નહીં. તે ઈન્દ્રિયો કોઈ રીતે ઉપયોગી થાય કે નહીં તેના અનુસંધાનમાં એ લક્ષમાં લીધું કે કાન દ્વારા ગુરુનો ઉપદેશ અને આંખ દ્વારા શાસ્ત્રનો અભ્યાસ થઈ શકે છે. આ રીતે આત્મા વિષેના શબ્દોનું જ્ઞાન થાય છે. શબ્દ વાચક થઈને વાચ્યને દર્શાવે છે. તેથી પ્રવચનસાર - પીયૂષ
:
:
આ બોલમાં ધુમાડા અને અગ્નિનો દૃષ્ટાંત લીધો છે. અગ્નિ અને ધુમાડાને વિષમપ્રાપ્તિ છે. અર્થાત્ અગ્નિ હોય ત્યાં ધુમાડો હોય જ એવો નિયમ નથી પરંતુ ધુમાડો અગ્નિ વિના તો હોય જ નહીં. આ રીતે કોઈને માત્ર ધુમાડો જ દેખાય ત્યારે તે ધુમાડો ઈન્દ્રિય પ્રત્યક્ષનો વિષય છે. તે ધુમાડો અગ્નિ વિના હોય નહીં. તેથી મનના સંગે જ્ઞાન અગ્નિનો
૧૯૯