________________
દર્શાવવામાં આવ્યો છે. તેની સામે અન્ય પાંચ દ્રવ્યોને તેના અસાધારણ ગુણો દ્વારા દર્શાવ્યા નથી. પરંતુ તે અન્ય પાંચ દ્રવ્યોને અચેતન લક્ષણ દ્વારા
છે. પદાર્થ કહેતા તેમાં દ્રવ્ય-ગુણ-પર્યાય તથા : ગાથામાં ચેતનપણાને જીવના અસાધારણ ગુણરૂપે ઉત્પાદ-વ્યય-ધ્રુવ બધું આવી જાય છે. આ બંધારણ આપણે ગા. ૯૫થી ૧૨૬માં શીખી ગયા છીએ. આ મૂળભૂત માળખું બધામાં સમાન છે. આવો પદાર્થ ‘‘સ્વથી એકત્વ’’ ગણવામાં આવ્યો છે. ત્યાં ઉપરોક્ત દ્રવ્ય-ગુણ વગેરેનું એકત્વ છે અર્થાત્ પદાર્થની વિચારણા વખતે ત્યાં એકપણ ભેદ લક્ષગત થતો નથી. પદાર્થનું આ અંતરંગ બંધારણ શાશ્વત છે. હવે જ્યારે તે છ દ્રવ્યોનું અલગપણું લક્ષમાં લેવું હોય ત્યારે ઉપરોક્ત બંધારણને સલામત રાખીને તેમાં કઈ રીતે જુદાપણું છે તે ભાગ વિચારવાનો રહે છે. તેથી અહીં લખ્યું છે કે ‘દ્રવ્ય સામાન્યને છોડયા વિના''.
:
: ઓળખાવવામાં આવ્યા છે. અચેતનપણું એ : નાસ્તિરૂપ ગુણ છે. ચેતનપણાનો અભાવ તે : અચેતનપણું. તે ગુણ પાંચ દ્રવ્યોમાં છે માટે તે વિશેષ ગુણ છે. અહીં માત્ર અભાવ અર્થાત્ ન હોવાપણું કે શૂન્યની વાત નથી. જેને આપણે નાસ્તિરૂપ ધર્મો કહીએ છીએ તે પણ ખરેખર અસ્તિરૂપ છે. પાંચ દ્રવ્યો અચેતન છે એવું કહેતા ત્યાં ચેતનનો અભાવ છે એટલું જ નથી સૂચવવું. પરંતુ ત્યાં અચેતન એવો એક વિશેષ ગુણ છે એમ દર્શાવવું છે. અહીં પ્રશ્ન થાય છે કે એવા ગુણની તેમાં જરૂર શી છે ? તેનું સમાધાન એ છે કે એ ગુણ પુદ્ગલ વગેરેને ચેતનરૂપ થવા દેતા નથી. ચેતન અને અચેતન એ બે એવા વિરોધી ધર્મો છે જે એક
:
·
દરેક પદાર્થમાં અનંતગુણો છે. અનેકાંત વસ્તુ સ્વરૂપ છે. અનંત ધર્મોને આપણે સામાન્યગુણો, : વિશેષ ગુણો અને અસાધારણ ગુણો એમ ત્રણ ભેદોરૂપે વિચારી શકીએ. સામાન્ય ગુણો બધા પદાર્થોમાં અવશ્ય છે. તેથી તે બધા ધર્મો દરેક પદાર્થમાં એક સરખા જ છે. અસાધારણ ધર્મો એક જ પદાર્થમાં હોય. અર્થાત્ દરેક પદાર્થ પોતાના અસાધારણ ધર્મો વડે જ અન્ય પદાર્થોથી જાદો પડે છે. જેમકે પુદ્ગલમાં સ્પર્શ-૨સ વગેરે અસાધારણ ગુણો છે. આ રીતે બધા પદાર્થોમાં અસાધારણ ધર્મો અવશ્ય હોય તે પદાર્થનું મૂળભૂત બંધારણ છે અને તે અસાધારણ ધર્મોનું વિશિષ્ટપણું તે પદાર્થોને જુદા પાડવાનું કારણ થાય છે. અસાધારણ ધર્મો ઉપરાંત વિશેષ ગુણોમાં પણ ફેરફાર જોવા મળે છે. જે ગુણ : એક પદાર્થથી વધુ પદાર્થોમાં હોય પરંતુ બધામાં ન હોય તે વિશેષ ગુણો છે. આ રીતે વિશેષ ગુણો બે થી પાંચ દ્રવ્યોમાં જોવા મળે છે.
દ્રવ્યમાં સાથે રહી ન શકે. જેમ દેશનું ચોકીયાત દળ દેશમાં અન્ય દેશવાસીને પ્રવેશવા ન આપે. એમ અચેતન ગુણ પાંચ દ્રવ્યોમાં ચેતનનો પ્રવેશ થવા દેતું નથી. નાસ્તિરૂપ વિશેષ ગુણો પણ દરેક પદાર્થમાં : અલગ-અલગ હોય છે. તેને કારણે શરીર અચેતન જ રહે છે. હલન-ચલન બોલવું વગેરે ક્રિયાને કારણે આપણે તેને જીવંત શરી૨ માનીએ છીએ પરંતુ તે મડદાની માફક અચેતન જ છે. અજ્ઞાની જીવ આ શરીર તે હું છું એવું માને ત્યારે પણ તે શરીરરૂપ થઈ શકતો નથી.
:
:
હવે પદાર્થો એકબીજાથી જાદા કઈ રીતે છે તેનો વિચાર કરીએ.
:
વિશેષ ગુણોમાં કેટલાક નાસ્તિરૂપ ગુણો છે તેનો અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે. જેમકે આ પ્રવચનસાર - પીયૂષ
આ રીતે દરેક પદાર્થમાં એકત્વ સ્વરૂપ એવા પદાર્થનું અખંડપણું સલામત રહે છે. તેનું અંતરંગ
બંધારણ સલામત રહે છે અને દરેક પદાર્થમાં તેના અસાધારણ ધર્મો અને વિશેષ ધર્મો અલગ હોવાના કારણે તે બધા પદાર્થો એકબીજાથી જુદા પડે છે. છ દ્રવ્યોનું પદાર્થરૂપ સમાનપણું અને અસાધારણ ધર્મો વડે વિશેષપણું-અસમાનપણું આપણે લક્ષમાં
૧૨૫