________________
દુઃખનો અનુભવ થાય છે તે સમયે પણ જ્ઞાનીને પોતાની ચેતન જાગૃતિ પોતાના પરિણામોમાં જ
જ્ઞાન ચેતના જ છે, અજ્ઞાન ચેતના નથી.
રાખે છે તેની મુખ્યતાથી કથન ક૨વામાં આવ્યું છે. આમ હોવાથી આ ગાથામાં જીવના પરિણામોની વાત લીધી છે. તેને ચેતન જાગૃતિના વિષયરૂપે દર્શાવવામાં આવ્યા છે. આ રીતે જીવના અન્ય ગુણોના પરિણામોને ચેતન ગુણના પરિણામ સાથેના સંબંધની મુખ્યતાથી લક્ષમાં લેવાથી આચાર્યદેવનો આશય સારી રીતે સમજી શકાય તેમ છે. આ પૂર્વભૂમિકા લક્ષમાં રાખીને હવે ગાથાનો અર્થ સમજીએ.
:
જ્ઞાન
ગાથા - ૧૨૪
:
...
છે ‘જ્ઞાન’ અર્થવિકલ્પ, ને જીવથી કરાતું ‘કર્મ’ છે, – તે છે અનેક પ્રકારનું, ‘ફળ’ સૌખ્ય અથવા દુઃખ છે. ૧૨૪. અર્થ વિકલ્પ (અર્થાત્ સ્વ-પર પદાર્થોનું ભિન્નતાપૂર્વક યુગપદ્ અવભાસન) તે જ્ઞાન છે; જીવ વડે જે કરાતું હોય તે કર્મ છે, તે અનેક પ્રકારનું છે; સુખ અથવા દુ:ખ તે કર્મફળ કહેવામાં આવ્યું છે.
ગા. ૧૨૩માં જીવની ચેતન જાગૃતિ ક્યાં હોય છે તે વાત લીધી છે. તે જાગૃતિ જ્ઞાન, કર્મ અને કર્મફળ પ્રત્યે છે એ પ્રકારે જે કહેવામાં આવ્યું હતુ. તેનો વિસ્તાર આ ગાથામાં કરવામાં આવ્યો છે. ખ્યાલમાં રહે કે અજ્ઞાનીની ચેતન જાગૃતિ પદ્રવ્ય પ્રત્યે હતી. પરના કર્તા અને ભોક્તાપણાની તેને મુખ્યતા હોય છે. તેથી તે જીવના પરિણામોમાં પણ તથા પ્રકા૨ના પરિણામો થાય છે. તે વાત અહીં • ફરીથી તાજી કરી લઈએ. અજ્ઞાની જીવ માન્યતામાં પદ્રવ્યના પરિણામનો કર્તા, વાસ્તવિકતામાં વિભાવનો કર્તા. અજ્ઞાની જીવ માન્યતામાં પદ્રવ્યનો : ભોક્તા, ખરેખર ઈન્દ્રિય સુખ-દુ:ખનો ભોક્તા. એથી વિભાવ પરિણામ એ અજ્ઞાની જીવનું કર્મ છે અને તે સુખ-દુઃખને ભોગવે છે. આ ગાથામાં જીવ
ં
·
નિર્વિકલ્પ દશા
ઉપયોગાત્મકપણે સ્વને જાણે છે ૫૨નું જાણપણું જરા પણ નથી. ચારિત્રમાં વીતરાગતા છે. બધા ગુણોની શુદ્ધતા છે. અતીન્દ્રિય આનંદનો અનુભાવ છે.
જ્ઞાન ચેતના છે.
પ્રવચનસાર - પીયૂષ
:
:
સર્વ પ્રથમ આચાર્યદેવ જ્ઞાનની વાત કરે છે. જ્ઞાની જીવની ચેતન જાગૃતિ પોતાના શુદ્ધ સ્વભાવ ઉ૫૨ છે એ વાત આપણે ગા. ૧૨૩માં નક્કી કરી ગયા છીએ. જ્ઞાન ચેતના શબ્દ દ્વારા ચેતન જાગૃતિ જ્ઞાન ઉપર નહીં પણ અભેદપણે આત્મા ઉ૫૨ અને તેમાં પણ શુદ્ધાત્મા ઉ૫૨ છે એવી સ્પષ્ટતા પણ આપણે ક૨ી છે. ચેતન જાગૃત વેપાર પદ્રવ્યથી ખસીને સ્વમાં આવે છે ત્યારે તે જીવ જ્ઞાની છે. તેથી આ ગાથામાં જ્યારે જ્ઞાન-કર્મ અને કર્મફળ ત્રણ વાત લેવામાં આવી છે ત્યારે જ્ઞાનનું પરિણમન જ્ઞાનીની ભૂમિકામાં કેવું હોય છે તેની મુખ્યતા છે. અર્થાત્ તે જ વાત કહેવા માગે છે તેમ લેવું રહ્યું. તે પ્રમાણે કર્મ અને કર્મફળની વાત અજ્ઞાનીની ભૂમિકાની છે. તે વાત લક્ષમાં રાખવી જરૂરી છે. સવિકલ્પ દશા
ઉપયોગાત્મકપણે ૫૨ને જાણે છે. સ્વનું જાણપણું પરિણતિરૂપે (લબ્ધરૂપે) છે. અસ્થિરતાનો રાગ છે.
ચારિત્રમાં શુદ્ધતાની સાથે થોડી અશુદ્ધતા છે. શાંતિના વેદન સાથે થોડી આકુળતા દુઃખે છે. અસ્થિરતાનો રાગ દુઃખનું કારણ છે. જ્ઞાન ચેતના છે.
૧૦૯