________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
હતો, ત્યારે તેના ગળામાં એક નવમણિનો હાર હતો, તેમાં તેનું પ્રતિબિંબ પડી રહ્યું હતું, તેથી દશ મુખ દેખાતા હતા, એ કારણે લોકો
તેને દશ મુખ કહેવા લાગ્યા. વિદ્યાર્થી – તો રામનો જન્મ કયાં થયો હતો? શિક્ષક – બાળક રામનો જન્મ અયોધ્યાના રાજા દશરથની રાણી કૌશલ્યાના
ગર્ભથી થયો હતો. તે જ બાળક રામ આગળ વધી આત્મસાધના દ્વારા ભગવાન રામ બન્યા.
રાજા દશરથને ચાર સ્ત્રીઓ હતી. તેમાં કૌશલ્યાથી રામનો, સુમિત્રાથી લક્ષ્મણનો, કૈકેયીથી ભરતને અને સુપ્રભાથી શત્રુનો જન્મ
થયો. વિદ્યાર્થી – ઠીક, તો રામ વગેરે ચાર ભાઈ હતા. અને...? શિક્ષક - રામનાં લગ્ન રાજા જનકની પુત્રી સીતા સાથે થયાં હતાં. એકવાર
દશરથે વિચાર્યું કે મારો મોટો પુત્ર રામ રાજ્યભાર સંભાળવાને યોગ્ય થઈ ગયો છે, તેથી તેને રાજ્યભાર સોંપીને હું આત્મસાધનામાં લીન
થઈ જઉ. તેથી તેમણે રામના રાજ્યાભિષેકની ઘોષણા કરાવી. પણવિદ્યાર્થી – પણ શું? શિક્ષક - રાણી કૈકેયી ચાહતી હતી કે મારો પુત્ર ભરત રાજા બને તેથી તેણે રાજા
પાસે બે વરદાન માગ્યાં કે રામને ચૌદ વરસનો વનવાસ મળે અને ભરતને રાજ્ય મળે, રાજાને તે વાત સાંભળીને દુ:ખ તો થયું, પણ તેઓ વચનથી બંધાયેલા હતા અને રામને વનમાં જવું પડ્યું. સાથે ભાઈ
લક્ષ્મણ અને સીતા પણ ગયાં. વિધાર્થી – પછી ભરત રાજા બની ગયા? શિક્ષક - શું બને? તેઓ તો રાજ્ય ચાહતા જ નહોતા. વિદ્યાર્થી – વનવાસમાં તો ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડી હશે? શિક્ષક - નાની-મોટી મુશ્કેલીઓની દરકાર તો રામ લક્ષ્મણ જેવા વીર પુરુષ
શાનાં કરે? પણ “સીતાહરણ” જેવા બનાવે તો તેમને પણ એક વાર
વિચલિત કરી મૂકયા હતા. વિદ્યાર્થી – કોણે સીતાનું હરણ કર્યું હતું?
૪૫. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com