________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પાઠ ૮
નિશ્ચય અને વ્યવહાર
આચાર્યકલ્પ પં. ટોડરમલજી
(વ્યક્તિત્વ અને કર્તુત્વ) આચાર્યકલ્પ પં. ટોડરમલજી વિ. સં. ૧૭૯૭ લગભગ જયપુરમાં જન્મ્યા હતા. તેમના પિતાશ્રી જોગીદાસજી ખંડેલવાલ દિ. જૈન ગોદીકા ગોત્રના હતા. તેમની માતાનું નામ રંભાબાઈ હતું. તેઓ તેમનાં મા-બાપના એકમાત્ર પુત્ર હતા. તેમના મોટા પુત્રનું નામ હરિશ્ચન્દ્ર અને નાનાનું નામ ગુમાનીરામ હતું. ગુમાનીરામ મહાન પ્રતિભાશાળી અને કાન્તિકારી હતા.
બાળક ટોડરમલની પ્રતિભા જોઈને એમને ભણાવવા માટે બનારસથી વિદ્વાન બોલાવવામાં આવ્યા હતા. એમની સ્મરણશક્તિ વિલક્ષણ હતી. તેમણે ૧૦-૧૧ વર્ષની ઉમરમાં જ ન્યાય, વ્યાકરણ અને ગણિત જેવા અઘરા વિષયોનું ગંભીર જ્ઞાન મેળવી લીધું હતું. તેમની બહુજ્ઞતા અદ્વિતીય હતી. તેઓ પોતે મોક્ષમાર્ગ-પ્રકાશકમાં લખે છે :
ટીકા સહિત સમયસાર, પંચાસ્તિકાય, પ્રવચનસાર, નિયમસાર, ગોમટસાર, લબ્ધિસાર, ત્રિલોકસાર, તત્ત્વાર્થસૂત્ર ઈત્યાદિ શાસ્ત્ર અને ક્ષપણાસાર, પુરુષાર્થસિદ્ધયુપાય, અષ્ટપાહુડ, આત્માનુશાસન આદિ શાસ્ત્ર અને શ્રાવક-મુનિના આચારનું નિરૂપણ કરનારાં અનેક શાસ્ત્રો તથા સુષ્ક કથા સહિત પુરાણાદિ શાસ્ત્ર ઈત્યાદિ અનેક શાસ્ત્ર છે, તેમાં અમારી બુદ્ધિ અનુસાર અભ્યાસ પ્રવર્તે છે.”
३४
Please inform us of any errors on rajesh@AtmaDharma.com