________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચનકાર- ભાઈ ! સ્વર્ગાદિ તો સંસાર છે. જે મુક્તિનો માર્ગ છે તે જ સંસારનો
માર્ગ કેવી રીતે હોઈ શકે? સ્વર્ગાદિકની પ્રાપ્તિ તો મોક્ષમાર્ગના પથિકને થાત યરૂપ શુભભાવથી દેવાયુ આદિ પુણ્યનો બંધ થતાં સહેજે જ થઈ જાય છે. રત્નત્રય તો મુક્તિ-માર્ગ છે, બંધનનો માર્ગ
નથી. શંકાકાર - તો પછી રત્નત્રયના ધારક મુનિરાજ સ્વર્ગાદિમાં કેમ જાય છે? પ્રવચનકાર – રત્નત્રય તો મુક્તિનું જ કારણ છે, પણ રત્નત્રયના ધારક મુનિવરોને
જે રાગાંશ છે, તે જ બંધનું કારણ છે. શુભભાવરૂપ અપરાધના
ફળથી જ મુનિવર સ્વર્ગમાં જાય છે. શિકાકાર - શુભોપયોગને અપરાધ કહો છો? પ્રવચનકાર – સાંભળો ભાઈ, હું થોડો જ કહું છું! આચાર્ય અમૃતચંદ્ર પોતે જ લખ્યું
ननु कथमेव सिद्धयति देवायुःप्रभृति सत्प्रकृतिबन्धः । सकल जन सुप्रसिद्धो रत्नत्रयधारिणां मुनिवराणाम् ।।२१९ ।।
જો રત્નત્રય બંધનું કારણ નથી તો પછી શંકા ઊઠે છે કે રત્નત્રયના ધારક મુનિવરોને દેવાયુ આદિ સત્ પ્રકૃતિઓનો બંધ કેવી રીતે થાય છે?
તે પ્રશ્નના ઉત્તરમાં આગળ લખે છેरत्नत्रयमिह हेतुर्निर्वाणस्यैव भवति नान्यस्य । आस्त्रवति यत्तु पुण्यं शुभोपयोगोऽयमपराधः ।।२२०।।
રત્નત્રય ધર્મ નિર્વાણનું જ કારણ છે, અન્ય સ્વર્ગાદિનું નહિ. મુનિવરોને જે સ્વર્ગાદિનાં કારણ પુણ્યનો આસ્રવ થાય છે, તેમાં
શુભોપયોગનો જ અપરાધ છે. શંકાકાર - તે મુનિરાજોને રત્નત્રય પણ હતાં તો પછી તેમને બંધ કેમ થયો? પ્રવચનકાર – જેટલા અંશે રત્નત્રય છે, તેટલા અંશોમાં અબંધ છે. જેટલા અંશોમાં
રાગાદિ છે, તેટલા અંશોમાં બંધ છે. કહ્યું પણ છે –
૩ર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com