________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પાઠ ૭
- મુક્તિનો માર્ગ
આચાર્ય અમૃતચંદ્ર
(વ્યક્તિત્વ અને કર્તુત્વ) આધ્યાત્મિક સંતોમાં કુન્દ્રકુન્દાચાર્ય પછી જો કોઈનું નામ લઈ શકાય તો તે છે આચાર્ય અમૃતચંદ્ર. દુઃખની વાત છે કે બારમી સદીના લગભગ થયેલા આ મહાન આચાર્યના વિષયમાં તેમના ગ્રંથો સિવાય એક રીતે આપણે કાંઈ પણ જાણતા નથી.
લોક-પ્રશંસાથી દૂર રહેનાર આચાર્ય અમૃતચંદ્ર તો અપૂર્વ ગ્રંથોની રચના કર્યા પછી પણ લખે છે –
वर्णैः कृतानि चित्रैः पदानि, तु पदैः कृतानि वाक्यानि । वाक्यैः कृतं पवित्रं शास्त्रमिदं न पुनरस्माभिः ।।२२६ ।।
- पुरुषार्थसिद्ध्यु पाय જાતજાતના વર્ષોથી પદ બની ગયાં, પદોથી વાકય બની ગયાં અને વાકયોથી આ પવિત્ર શાસ્ત્ર બની ગયું. મેં કાંઈ પણ કર્યું નથી.
આ જ જાતનો ભાવ તેમણે તત્ત્વાર્થસારમાં પણ પ્રગટ કર્યો છે.
ર૦
Please inform us of any errors on rajesh@AtmaDharma.com