________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગૃહીત, અગૃહીત મિથ્યાત્વ વિદ્યાર્થી - છ ઢાળામાં કોની કથા છે? શિક્ષક - મારી, તમારી અને બધાની કથા છે. તેમાં તો આ જીવના
સંસારભ્રમણની કથા છે. આ જીવ અનંતકાળથી ચાર ગતિઓમાં ભ્રમણ કરી રહ્યો છે, પરંતુ એને કયાંય પણ સુખ મળ્યું નથી-પહેલી ઢાળમાં એ
જ બતાવ્યું છે. વિદ્યાર્થી – એ સંસારમાં કેમ ભમી રહ્યો છે અને કયા કારણે દુઃખી છે? શિક્ષક - આ જ પ્રશ્નનો ઉત્તર તો બીજી ઢાળમાં આપ્યો છે –
ઐસે મિથ્યા દગ-જ્ઞાન-ચર્ણ,
વશ ભ્રમત ભરત દુઃખ જન્મ-મર્ણ. ૧. આ જીવ મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્રને વશ થઈને આ
રીતે સંસારમાં ભમતો થકો જન્મ-મરણનાં દુ:ખો ભોગવી રહ્યો છે. વિધાર્થી – આ મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર શું છે? જેને કારણે
બધા દુ:ખી છે. શિક્ષક - જીવાદિ સાત તત્ત્વોની વિપરીત શ્રદ્ધા જ મિથ્યાત્વ છે, એને જ
મિથ્યાદર્શન પણ કહે છે. જીવ, અજીવ આદિ સાત તત્ત્વો જેના વિષે તમે પહેલાં શીખ્યા હતા ને, તે જેવાં છે તેવા તેને ન માનતાં વિપરીતપણે માનવાં તે જ વિપરીત શ્રદ્ધા છે. કહ્યું પણ છેજીવાદિ પ્રયોજનભૂત તત્ત્વ,
સરદૈ તિનમાંહિ વિપર્યયત્વ ૨. વિદ્યાર્થી – આ મિથ્યાત્વના ચક્કરમાં આપણે કયારથી આવ્યા? શિક્ષક – એ તો અનાદિથી છે. જ્યારથી આપણે છીએ ત્યારથી તે છે પણ આપણે
તેને બાહ્યકારણો વડે વધારે પુષ્ટ કરતા રહ્યા છીએ. એ બે પ્રકારનું છે. એક અગૃહીત મિથ્યાત્વ અને બીજાં ગૃહીત મિથ્યાત્વ.
૧૫ Please inform us of any errors on rajesh@AtmaDharma.com