SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દિનેશ- આ સિદ્ધચક શું છે? એના પાઠમાં શું હોય છે? જિનેશ- સિદ્ધચક? શું તમે કોઈ વાર સિદ્ધચકનો પાઠ જોયો નથી ? દિનેશ- ના. જિનેશ- સિદ્ધ તો મુક્ત જીવોને કહે છે. જેઓ સંસારનાં બંધનોથી છૂટી ગયા છે, જેમનામાં અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ અને અનંતવીર્ય પ્રગટ થઈ ગયું છે, જેઓ આઠ કર્મોથી રહિત છે, રાગ-દ્વેષનાં બંધનોથી મુક્ત છે એવા અનંત પરમાત્મા લોકના અગ્રભાગમાં બિરાજમાન છે, તેમને જ સિદ્ધ કર્યું છે અને તેમનો સમૂહું તે સિદ્ધચક્ર. તેથી સિદ્ધચક્રના પાઠમાં સિદ્ધોની પૂજા-ભક્તિ થાય છે. સાથોસાથ તેની જયમાળાઓમાં બહુ સુંદર આત્મહિત કરનાર તત્ત્વનો ઉપદેશ પણ હોય છે કે જે સમજવા યોગ્ય છે. દિનેશ- જયમાળામાં તો સ્તુતિ હોય છે? જિનેશ- સ્તુતિ તો હોય જ છે. પણ સાથોસાથ સિદ્ધ ભગવંતોએ સિદ્ધ-દશા કેવી રીતે પ્રાપ્ત કરી એ અર્થમાં મુક્તિના માર્ગનું પણ પ્રતિપાદન થઈ જાય છે. દિનેશ- શું તમે મને એનો અર્થ સમજાવી શકો? જિનેશ- ના, ભાઈ, જ્યારે સિદ્ધચક્રનો પાઠ થાય છે ત્યારે બહારથી બોલાવવામાં આવેલા અથવા સ્થાનિક ખાસ વિદ્વાન જયમાળાનો અર્થ કરે છે. તે વખતે આપણે ધ્યાનપૂર્વક સમજી લેવું જોઈએ. દિનેશ- તેમના પૂજન-વિધાનથી શું લાભ થાય? જિનેશ- આપણે તેમનું સ્વરૂપ ઓળખીને એ જાણી શકીએ કે જેવા આ આત્મા શુદ્ધ અને પવિત્ર છે, તેવો જ આપણો સ્વભાવ શુદ્ધ અને નિરંજન છે અને એમની જેમ મુક્તિનો માર્ગ અંગીકાર કરીને આપણે પણ એમના જેવા અનંત સુખી અને અનંત જ્ઞાની પરમાત્મા બની શકીએ છીએ. આ પર્વરાજ દશલક્ષણ પર્વ પછી બીજા નંબરનું ધાર્મિક મહાપર્વ છે. ૪) Please inform us of any errors on [email protected]
SR No.008324
Book TitleVitrag Vigyana Pathmala 2
Original Sutra AuthorN/A
AuthorHukamchand Bharilla
PublisherTodarmal Granthamala Jaipur
Publication Year1986
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, Spiritual, & Philosophy
File Size677 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy