________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જિનેશ- હા ભાઈ, કાર્તિકમાં તો દર વર્ષે આવે જ છે. પણ એ તો વર્ષમાં ત્રણ વાર આવે છે. અષ્ટાલિકાની પૂજામાં કહ્યું છે ને
કાર્તિક ફાગુન સાઢકે, અંત આઠ દિન માહિ; નન્દીશ્વર સુર જાત હૈં, હમ પૂજે ઈહ ઠાંહિ.
કાર્તિક સુદ આઠમથી પૂનમ સુધી, ફાગણ સુદ આઠમથી પૂનમ સુધી અને અષાઢ સુદ આઠમથી પૂનમ સુધી, વર્ષમાં ત્રણ વાર આ પર્વ ઊજવવામાં આવે છે. દેવો તો આ પર્વ ઊજવવા માટે નંદીશ્વર દ્વીપે જાય છે, પણ આપણે તો ત્યાં જઈ શકતા નથી તેથી અહીં જ ભક્તિ-ભાવથી પૂજા કરીએ છીએ.
દિનેશ- એ નંદીશ્વર દ્વીપ કયાં છે?
જિનેશ- તમે ત્રણ લોકની રચના વાળો પાઠ વાંચ્યો હતો ? તેમાં મધ્ય લોકમાં જે અસંખ્યાત દ્વીપ અને સમુદ્રો છે, તેમાં આ આઠમા નંબરનો દ્વીપ છે.
દિનેશ- આપણે ત્યાં કેમ નથી જઈ શકતા ?
જિનેશ- ત્રીજા પુષ્કર દ્વીપમાં એક પર્વત છે, જેનું નામ છે માનુષોત્તર પર્વત. મનુષ્ય એની આગળ જઈ શકતો નથી, તેથી તો તેનું નામ માનુષોત્તર પર્વત પડયું છે.
દિનેશ- ઠીક, ત્યાં એવું શું છે કે દેવો ત્યાં જાય છે?
જિનેશ ત્યાં ઘણાં મનોજ્ઞ અકૃત્રિમ (સ્વનિર્મિત ) બાવન જિનમંદિર છે. ત્યાં જઈને દેવો પૂજા, ભક્તિ અને તત્ત્વચર્ચા વગેરે દ્વારા આત્મ-સાધના કરે છે. આપણે ત્યાં જઈ શકતા નથી. તેથી અહીં જ વિવિધ ધાર્મિક આયોજનો દ્વારા આત્મહિતની પ્રવૃત્તિ કરીએ છીએ.
દિનેશ- આ પર્વ ભારતમાં કયાં કયાં ઊજવવામાં આવે છે? અને તેમાં શું શું થાય છે? જિનેશ- આખા ભારતમાં જૈન સમાજ આ મહાપર્વ ખૂબ જ ઉત્સાહથી ઊજવે છે. અધિકાંશ સ્થાનોમાં સિદ્ધચક્ર-વિધાનનો પાઠ થાય છે. બહારથી વિદ્વાનોને બોલાવવામાં આવે છે, આધ્યાત્મિક વિષયો ઉપર તેમનાં પ્રવચનો થાય છે. એક રીતે જૈન સમાજમાં ધાર્મિક વાતાવરણ ફેલાઈ જાય છે.
૩૯
Please inform us of any errors on rajesh@AtmaDharma.com