________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પાઠ ૮
અષ્ટાનિકા મહાપર્વ
દિનેશ- આવો ભાઈ જિનેશ, પાન ખાશો !
જિનેશ- ના.
દિનેશ- કેમ ?
જિનેશ– તમને ખબર નથી, આજે કાર્તિક સુદ આઠમ છે ને! આજથી અષ્ટાલિકા મહાપર્વ શરૂ થઈ ગયું છે.
દિનેશ- તો શું થયું? તહેવાર તો ખાવા-પીવા માટે જ હોય છે. પર્વના દિવસોમાં તો માણસો સારું ખાય, સારું પહેરે અને મોજથી રહે છે. અને તમે.....? જિનેશ- ભાઈ, આ ખાવા-પીવાનું પર્વ નથી. આ તે ધાર્મિક પર્વ છે. એમાં તો લોકો સંયમ પૂર્વક રહે છે, પૂજા-પાઠ કરે છે, તાત્ત્વિક ચર્ચાઓ કરે છે. એ તો આત્મ-સાધનાનું પર્વ છે. ધાર્મિક પર્વોનું પ્રયોજન તો આત્મામાં વીતરાગ ભાવની વૃદ્ધિ કરવાનું છે.
દિનેશ- આ પર્વને અષ્ટાલિકા કેમ કહે છે?
જિનેશ- એ આઠ દિવસ સુધી ચાલે છે ને? અષ્ટ=આઠ, અતિ=દિવસ. આઠ દિવસનો ઉત્સવ તે અષ્ટાલિકા પ.
દિનેશ- તો એ દર વર્ષે કાર્તિકમાં આઠ દિવસનું થતું હશે ?
૩૮
Please inform us of any errors on rajesh@Atma Dharma.com