________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અહિંસા : એક વિવેચન અહિંસા પરમો ધર્મ:” અહિંસાને પરમ ધર્મ ઘોષિત કરનારી આ સૂક્તિ આજ બહુ પ્રચલિત છે. એ તો એક સ્વીકૃત સત્ય છે કે અહિંસા જ પરમ ધર્મ છે. પણ પ્રશ્ન એ છે કે અહિસા શું છે?
હિંસા અને અહિંસાની ચર્ચા જ્યારે જ્યારે ચાલે છે ત્યારે આપણું ધ્યાન ઘણું કરીને બીજા જીવને મારવા, સતાવવા કે બચાવવા વગેરે બાબતો તરફ જ જાય છે. હિંસા અને અહિંસાનો સંબંધ ઘણું કરીને બીજાની સાથે જ જોડવામાં આવે છે. બીજાની હિંસા ન કરો, બસ એ જ અહિંસા છે, એવી જ લગભગ બધાની શ્રદ્ધા હોય છે. પોતાની પણ હિંસા થાય છે, એ (બાબત) તરફ ઘણા ઓછા લોકોનું ધ્યાન જાય છે. જેનું (ધ્યાન) જાય પણ છે. તેઓ આત્મહિંસાનો અર્થ વિષભક્ષણ આદિ વડે આત્મઘાત (આત્મહત્યા) કરવો એમ માને છે. પણ તેના અન્તર્તમ સુધી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવતો નથી. અંતરમાં રાગ-દ્વેષની ઉત્પત્તિ થવી તે પણ હિંસા છે એ વાત ઘણા ઓછા માણસો જાણે છે. આ જ કારણે અમૃતચંદ્રાચાર્ય હિંસા અને અહિંસાની વ્યાખ્યા બતાવતી વખતે અંતરંગ દષ્ટિને જ પ્રધાનતા આપી છે. તેઓ લખે છે
अप्रादुर्भावः खलु रागादीनां भवत्यहिंसेति ।
तेषामेवोत्पत्तिः हिंसेति जिनागमस्य संक्षेपः ।। રાગ-દ્વેષ-મોહ આદિ વિકારી ભાવોની ઉત્પત્તિ જ હિંસા છે અને તે ભાવોની ઉત્પત્તિ ન થવી તે જ અહિંસા છે.
તેથી તેઓ સ્પષ્ટ ઘોષણા કરે છે કે રાગ-દ્વેષ-મોહરૂપ પરિણતિમય હોવાથી જૂઠું, ચોરી, કુશીલ અને પરિગ્રહ પણ પ્રકારાન્તરે હિંસા જ છે. તેઓ કહે છે
प्रात्मपरिणाम हिंसन हेतुत्वात्सर्वमेव हिंसैतत् ।
अनृतवचनादि केवलमुदाहृतं शिष्यबोधाय ।। આત્માના શુદ્ધ પરિણામોનો ઘાત થવાથી જાડું, ચોરી આદિ હિંસા જ છે, ભેદ પાડીને તો માત્ર શિષ્યોને સમજાવવાને માટે કહેવામાં આવ્યું છે.
૩૪
Please inform us of any errors on rajesh@AtmaDharma.com