________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પાઠ ૩ | સાત તત્ત્વ
સંબંધી ભૂલ અધ્યાત્મપ્રેમી પં. દૌલતરામજી (વ્યક્તિત્વ અને કર્તુત્વ)
(સંવત્ ૧૮૫૫-૧૯૨૩) અધ્યાત્મ-રસમાં નિમગ્ન રહેનાર, ઓગણીસમી સદીના તત્ત્વદર્શી વિદ્વાન કવિવાર ૫. દૌલતરામજી પલ્લીવાલ જાતિના નર-રત્ન હતા. તેમનો જન્મ અલીગઢ પાસે સાસની નામના ગામમાં થયો હતો. પછી તેઓ થોડા દિવસ અલીગઢ પણ રહ્યા હતા. તેમના પિતાનું નામ ટોડરમલજી હતું.
આત્મશ્લાઘાથી દૂર રહેનાર આ મહાન કવિનો જીવન-પરિચય પૂર્ણપણે પ્રાપ્ત થતો નથી. પણ તેઓ એક સાધારણ ગૃહસ્થ હતા અને સરળ સ્વભાવી, આત્મજ્ઞાની પુરુષ હતા.
તેમણે રચેલ છે ઢાળા નામનો ગ્રંથ જૈન સમાજનો ખૂબ પ્રચલિત અને આદર પામેલ ગ્રંથરત્ન છે. ભાગ્યે જ કોઈ એવો જૈન ભાઈ હશે કે જેણે છ ઢાળાનો અભ્યાસ કર્યો નહિ હોય. બધી જ જૈન પરિક્ષા બોર્ડોના પાઠયક્રમમાં એને સ્થાન મળેલું છે.
એની રચના તેમણે સંવત્ ૧૮૯૧ માં કરી હતી. તેમણે એમાં ગાગરમાં સાગર સમાવવાનો સફળ પ્રયત્ન કર્યો છે. તે ઉપરાંત તેમણે કેટલાંક ભક્તિપદો અને અધ્યાત્મરસથી ઓતપ્રોત અનેક ભજનો લખ્યાં છે. જે આજે પણ આખા ભારતનાં મંદિરોમાં અને શાસ્ત્ર-સભાઓમાં ગવાય છે. તેમનાં ભજનોમાં માત્ર ભક્તિ જ નહિ, ગૂઢ તત્ત્વ પણ ભરેલાં છે.
ભક્તિ અને અધ્યાત્મની સાથોસાથ તેમનાં કાવ્યમાં કાવ્યત્વ પણ તેના પ્રૌઢતમ રૂપમાં પ્રાપ્ત થાય છે. ભાષા સરલ, સુબોધ અને પ્રવાહમયી છે, ભર્તીવાળા શબ્દોનો અભાવ છે. તેમનાં પદ હિન્દી ગીત સાહિત્યના કોઈપણ મહારથીની સામે ખૂબ જ ગર્વ પૂર્વક મૂકી શકાય તેમ છે. પ્રસ્તુત ભાગ, તેમની પ્રસિદ્ધ રચના છ ઢાળાની બીજી ઢાળના આધારે છે.
૧૩
Please inform us of any errors on rajesh@AtmaDharma.com