________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સાત તત્ત્વ સંબંધી ભૂલ જીવાદિ સાત તત્ત્વોને સાચા અર્થમાં સમજ્યા વિના સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ શકતી નથી. અનાદિ કાળથી જીવોને એ સંબંધી ભ્રમ રહ્યો છે. અહીં સંક્ષેપમાં તે ભૂલોનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે.
જીવ અને અજીવ તત્વ સંબંધી ભૂલ
જીવનો સ્વભાવ તો જાણવા-દેખવારૂપ જ્ઞાન-દર્શનમય છે અને પુદ્ગલથી બનેલા શરીરાદિ–વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળા હોવાથી મૂર્તિક છે. તથા ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, કાળદ્રવ્ય અને આકાશદ્રવ્ય અમૂર્તિક હોવા છતાં પણ જીવની પરિણતિ તે બધાંથી જુદી છે. તોપણ આ આત્મા આ ભેદ જણાતો નથી અને શરીરાદિની પરિણતિને આત્માની પરિણતિ માની લે છે.
પોતાનો જ્ઞાનસ્વભાવ ભૂલી જઈને શરીરની સુંદરતાથી પોતાને સુંદર અને કુરૂપતાથી કુરૂપ માની લે છે તથા તેના સંબંધથી થતા પુત્રાદિમાં પણ આત્મ-બુદ્ધિ કરે છે. શરીરાશ્રિત ઉપવાસાદિ અને ઉપદેશાદિ ક્રિયાઓમાં પણ પોતાપણું અનુભવે
શરીરની ઉત્પત્તિથી પોતાની ઉત્પત્તિ માને છે અને શરીરનો વિયોગ થતા પોતાનું મરણ માને છે. આ જ એની જીવ અને અજીવ તત્ત્વ સંબંધી ભૂલ છે.
જીવને અજીવ માનવો એ જીવ તત્ત્વ સંબંધી ભૂલ છે અને અજીવને જીવ માનવો તે અજીવ તત્ત્વ સંબંધી ભૂલ છે.
આસ્રવ તત્વ સંબંધી ભૂલ રાગ-દ્વેષ-મોહ આદિ વિકારી ભાવ પ્રગટપણે દુ:ખ દેનાર છે, પણ આ જીવ એનું જ સેવન કરતો થકો પોતાને સુખી માને છે. કહે છે કે શુભરાગ તો સુખદાયી છે, તેનાથી તો પુણ્યબંધ થશે. સ્વર્ગાદિનાં સુખ મળશે પણ એમ વિચારતો નથી કે જે બંધનું કારણ છે તે સુખનું કારણ કેમ હોય? પહેલી ઢાળમાં
૧૪
Please inform us of any errors on rajesh@AtmaDharma.com