________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રબોધ- શું વાત કરો છો ? આત્મજ્ઞાન વિના તો કોઈ મુનિ બની જ શકતા નથી. સુબોધ- તો આત્મજ્ઞાન વિના આ ક્રિયાકાંડ ( બાહ્યઆચરણ અથવા વ્યવહારચારિત્ર) શું સાવ નકામા છે?
પ્રબોધ- સાંભળો ભાઈ, મૂળ વસ્તુ તો આત્માને સમજીને તેમાં લીન થવાનું છે. આત્મશ્રદ્ધા ( સમ્યગ્દર્શન ), આત્મજ્ઞાન (સમ્યજ્ઞાન ) અને આત્મલીનતા જેમનામાં હોય અને જેમનું બાહ્યાચરણ
(સમ્યક્ચારિત્ર આગમાનુકૂળ હોય, તે જ વાસ્તવમાં સાચા ગુરુ છે.
સુબોધ– તો તમે એમની જ પૂજા કરવા જતા હશો! હું પણ આવીશ. પણ એ તો બતાવો કે એનાથી આપણને શું મળે ?
પ્રબોધ- પાછી તમે અણસમજણની વાત કરી. પૂજા એટલા માટે કરવામાં આવે છે કે આપણે પણ તેમના જેવા બની જઈએ. તેઓ બધું છોડી ગયા છે, તેમની પાસેથી સંસારનું કાંઈ માગવું કયાં સુધી યોગ્ય ગણાય ?
સુબોધ- ઠીક, બરાબર છે. કાલથી મને પણ લઈ જજો.
પ્રશ્ન
૧. પૂજા કોની અને શા માટે કરવી જોઈએ ?
૨. સાચા દેવ કોને કહે છે?
પણ
૩. શાસ્ત્ર કોને કહે છે? તેની સત્યતા અને સારાપણાનો આધાર શું છે? ૪. ગુરુ કોને કહે છે? તેમની વિશેષતાઓનું વર્ણન કરો. શું વિધાગુરુ તે ગુરુ નથી ?
૫. ટૂંકમાં નોંધ લખો
વીતરાગ, સર્વજ્ઞ, હિતોપદેશી.
૬. સમન્તભદ્રાચાર્યના જીવન અને રચના ૫૨ સંક્ષિપ્ત પ્રકાશ આપો.
૧૨
Please inform us of any errors on rajesh@Atma Dharma.com