________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
।। શ્રી સર્વજ્ઞાય નમઃ।।
પુરુ ષા ર્થ
સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા ગાથા ૩૨૧-૩૨૨-૩૨૩ ૫૨ પૂ. સદ્ગુરુદેવનું વ્યાખ્યાન માગશર સુદ ૧૨ રવિવા૨,
સ્વભાવનો અનંત પુરુષાર્થ ક્રમબદ્ધપર્યાયની શ્રદ્ધામાં આવે છે. ક્રમબદ્ધપર્યાયની શ્રદ્ધા તે નિયતવાદ નથી, પણ સમ્યક્ પુરુષાર્થવાદ છે.
(‘વસ્તુનો પર્યાય ક્રમબદ્ધ જ થાય છે. તો પણ પુરુષાર્થ વગર શુધ્ધપર્યાય કદાપિ પ્રગટતો નથી' એ સિધ્ધાંત ઉપર મુખ્યપણે આ વ્યાખ્યાન છે. આ વ્યાખ્યાનમાં ૧- પુરુષાર્થ ૨-સમ્યગ્દષ્ટિની ધર્મ ભાવના, ૩- સર્વજ્ઞની સાચી શ્રધ્ધા, ૪-દ્રવ્યદૃષ્ટિ, ૫-જડ અને ચેતન પદાર્થોનો ક્રમબદ્ધ પર્યાય, ૬- ઉપાદાન-નિમિત્ત, ૭- દ્રવ્ય-ગુણ-પર્યાય, ૮-સમ્યગ્દર્શન, ૯-કર્તાપણું અને જ્ઞાતાપણું, ૧૦-સાધકદશા, ૧૧-કર્મમાં ઉદીરણા વગેરે પ્રકારો, ૧૨-મુક્તિના નિઃસંદેહ ભણકાર, ૧૩-સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ, ૧૪- અનેકાંત અને એકાંત, ૧૫- પાંચ સમવાય, ૧૬અસ્તિ-નાસ્તિ, ૧૭-નિમિત્તનૈમિત્તિક સંબંધ, ૧૮-નિશ્ચય-વ્યવહા૨ ૧૯આત્મજ્ઞ તથા સર્વજ્ઞ ૨૦-નિમિત્તની હાજરી હોવા છતાં નિમિત્ત વગર કાર્ય થાય છે એ વગેરેના સ્વરૂપનું સ્પષ્ટીકરણ આવી જાય છે. આમાં અનેક પડખાથી વારંવાર સ્વતંત્ર પુરુષાર્થને સિધ્ધ કર્યો છે અને એ રીતે પુરુષાર્થ સ્વભાવી આત્માની ઓળખાણ કરાવી છે. જિજ્ઞાસુઓ આ
વ્યાખ્યાનના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com