________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાનશ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
—
—
—
—
—
—
—
—
—
—
રહસ્યને આત્માના સ્વતંત્ર સત્ય પુરુષાર્થની ઓળખાણ કરી તે તરફ વળો ! એ ભલામણ છે.).
ભગવાન સ્વામીકાર્તિકેયાચાર્યે આ ત્રણ ગાથાઓમાં સમ્યગ્દષ્ટિ જીવ વસ્તુસ્વરૂપનું કેવું ચિંતન કરે છે અને પુરુષાર્થની ભાવના કરે છે તે બતાવ્યું છે. આ ખાસ જાણવા જેવું હોવાથી આજે વંચાય છે. મૂળ શાસ્ત્રની ગાથા નીચે મુજબ છેઃ
“હવે સમ્યગ્દષ્ટિનો વિચાર કેવો હોય તે કહે છેजं जस्स जम्मिदेसे जेण विहाणेण जम्मि कालम्मि। णादं जिणेण णियदं जम्मं वा अहव मरणं वा।।३२१।। तं तरस तम्मिदेसे तेण विहाणेण तम्मि कालम्मि। को सक्कइ चालेदु इंदो वा अह जिणि दो बा।। ३२२।।
અર્થ:- જે જીવને જે દેશમાં, જે કાળમાં, જે વિધિથી જન્મ તથા મરણ તેમ જ દુઃખ, સુખ, રોગ, દારિદ્ર આદિ, જેમ સર્વજ્ઞદવે જાણ્યું છે તે જ પ્રમાણે નિયમથી થવાનું. સર્વજ્ઞદેવે જાણ્યા પ્રમાણે જ તે જીવને તે જ દેશમાં, તે જ કાળમાં, તે જ વિધિથી નિયમથી થાય છે, તેને નિવારી શકવા ઇન્દ્ર તથા જિનેન્દ્ર તીર્થંકરદેવ કોઈ પણ સમર્થ નથી.
ભાવાર્થ- સર્વજ્ઞદેવ સર્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અવસ્થા જાણે છે. તે સર્વશના જ્ઞાનમાં જે પ્રતિભાસ્યું છે તે ચોકકસપણે થાય છે. તેમાં અધિક-હીન કંઈ થતું નથી-એવું સમ્યગ્દષ્ટિ વિચારે છે.” (સ્વામીકા. અનુપ્રેક્ષા. પાનું ૧૨૫).
આ ગાથામાં સમ્યગ્દષ્ટિ જીવની ધર્મ અનુપ્રેક્ષા કેવી હોય તે બતાવ્યું છે. સમ્યગ્દષ્ટિ જીવ વસ્તુના સ્વરૂપનું કઈ રીતે ચિંતવન કરે છે તે આમાં બતાવ્યું છે. સમ્યગ્દષ્ટિની આ ભાવના દુઃખના દિલાસા ખાતર કે ખોટા આશ્વાસન ખાતર નથી પણ જિનેશ્વરદેવે જોયેલું વસ્તુ સ્વરૂપ જે પ્રમાણે છે તેમ પોતે ચિંતવે છે. આવું જ વસ્તુસ્વરૂપ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com