________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી સદ્ગુરુ વંદન
અહો ! અહો ! શ્રી સદ્દગુરુ કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહો ! ઉ૫કા૨. ૧. શું પ્રભુચરણ કરે ધરું, આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપિયો, વર્તુ ચરણાધીન. ૨. આ દેહાદિ આજથી, વર્તો પ્રભુ આધીન; દાસ, દાસ, હું દાસ છું, તેહ પ્રભુનો દીન. ૩. ષટ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; મ્યાનથકી તરવારવત, એ ઉપકાર અમાપ. ૪. જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુ:ખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્દગુરુ ભગવંત. ૫. પરમપુરુષ પ્રભુ સદગુરુ, પરમ જ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. ૬. દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણર્મા; હો વન્દન અગણિત. ૭.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com