________________
૫૮
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાનશ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
,
થઈ છે તે આત્મા ઉ૫૨ જુએ છે, અને જેની નિમિત્તાધીન દષ્ટિ છે તે પર ઉ૫૨ જુએ છે. ‘ જ્યારે જે વસ્તુની જે અવસ્થા થવાની હોય તે જ થાય છે' એમ જેણે યથાર્થ નિર્ણય કર્યો તેને દ્રવ્ય દષ્ટિ થઈ, સ્વભાવ દૃષ્ટિ થઈ; હવે સ્વભાવષ્ટિમાં તેને તીવ્ર રાગાદિ થતાં જ નથી, અને તે જીવના નિમિત્તે તીવ્ર કર્મરૂપે પરિણમે એવી લાયકાતવાળા ૫૨માણુઓ જ આ જગતમાં હોતા નથી જીવે પોતાના સ્વભાવના પુરુષાર્થથી સમ્યગ્દર્શન પ્રગટ કર્યું ત્યાં તે જીવને માટે મિથ્યાત્વાદિ કર્મરૂપે પરિણમે એવી લાયકાત જગતના કોઈ પ૨માણુઓમાં હોતી જ નથી. અને સમ્યગ્દષ્ટિને જે અલ્પ રાગ-દ્વેષ છે તે પોતાના વર્તમાન પર્યાયની યોગ્યતાથી રહ્યો છે. તે વખતે અલ્પ કર્મરૂપે બાંધવાના પરમાણુના પર્યાયમાં લાયકાત છો આ રીતે સ્વલક્ષથી શરૂ કરવાનું છે.
જગતના પરમાણુઓમાં મિથ્યાત્વાદિ કર્મ થવાની લાયકાત છે માટે જીવને મિથ્યાત્વાદિ ભાવ થવા જ જોઈએ એવી જેની માન્યતા છે તે જીવ સ્વદ્રવ્યના સ્વભાવને જાણતો નથી, અને તેથી તે જીવના નિમિત્તે મિથ્યાત્વાદિરૂપ પરિણમવાને યોગ્ય પરમાણુઓ આ જગતમાં છે, એમ જાણવું. પરંતુ સ્વભાવદષ્ટિથી જોનાર જીવને મિથ્યાત્વ હોતું જ નથી અને તે જીવના નિમિત્તે મિથ્યાત્વાદિરૂપ પરિણમે એવી લાયકાત જ જગતના કોઈ પ૨માણુમાં હોતી નથી. સ્વભાવદષ્ટિથી જ્ઞાની વિકારના અકર્તા થઈ ગયા છે, તેથી ‘જ્ઞાનીને વિકાર કરવો પડે' એ વાત જ ખોટી છે. જે અલ્પ વિકાર હોય તે પણ સ્વભાવદષ્ટિના જોરે પુરુષાર્થ વડે ટળતો જ જાય છે. આવી સ્વતંત્ર સ્વભાવષ્ટિ ( સમ્યક્ શ્રદ્ધા ) કર્યા વગર જીવ જે કંઈ શુભભાવરૂપ વ્રત, ત્યાગ કરે તે બધુંય ‘રણમાં પોક’ ની જેમ મિથ્યા છે. ૩૭. ‘ ફુંકથી ડુંગર ઉડાડવાની વાત !’
શંકાકા૨:- વસ્તુમાં જ્યારે જે પર્યાય થવાનો હોય તે થાય અને ત્યારે નિમિત્ત હોય જ, પણ નિમિત્ત કંઈ કરે નહિ કે નિમિત્ત દ્વારા કોઈ કાર્ય થાય નહિ' એ તો ફુકથી ડુંગર ઉડાડવા જેવું છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
"