________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતા
પ૭
તેમ ન બને; પણ કર્મ ઉદયમાં આવ્યું માટે જીવને રાગ-દ્વેષ થયા એ માન્યતા ખોટી છે અને રાગદ્વેષ કર્યા માટે કર્મ આવ્યું એ માન્યતા પણ ખોટી છે. જીવને પોતાના પુરુષાર્થની નબળાઈથી રાગ-દ્વેષ થવાની યોગ્યતા હતી તેથી જ રાગદ્વેષ થયા છે અને તે વખતે જે કર્મોમાં યોગ્યતા હતી તે કર્મો ઉદયમાં આવ્યાં છે અને તેને જ નિમિત્ત કહેવાય છે; પણ તે કર્મના કારણે જીવના પર્યાયમાં રાગદ્વેષ કે વિલક્ષણતા થયાં નથી.
જ્યારે જ્ઞાનનો પર્યાય અપુર્ણ હોય ત્યારે જ્ઞાનાવરણ કર્મમાં જ નિમિત્તપણાની લાયકાત છે. જીવના પર્યાયમાં જીવ મોહ કરે ત્યારે મોહકર્મને જ નિમિત્ત કહેવાય એવી તે કર્મપરમાણુઓની યોગ્યતા છે. જેમ ઉપાદાનમાં સમયે સમયે સ્વતંત્ર યોગ્યતા છે, તેમ નિમિત્ત તરીકેની મોહકર્મના તે તે દરેક પરમાણુમાં સમયસમયની સ્વતંત્ર યોગ્યતા છે.
પ્રશ્ન- જીવે રાગદ્વેષ કર્યા માટે પરમાણુમાં કર્મ અવસ્થા થઈને?
ઉત્તર:- નહિ. અમુક પરમાણુ જ કર્મરૂપે થયા અને જગતના બીજા પરમાણુ કેમ ન થયા? માટે જે જે પરમાણુઓમાં લાયકાત હતી તે જ પરમાણુઓ કર્મરૂપે પરિણમ્યા છે. તેઓ પોતાની લાયકાતથી જ કર્મરૂપે થયા છે, જીવના રાગદ્વેષને કારણે નહિ.
૩૬. પર ઉપર જોવાનું નથી પણ સ્વ ઉપર જોવાનું છે.
પ્રશ્ન-જ્યારે પરમાણુઓમાં કર્મરૂપ થવાની લાયકાત હોય ત્યારે આત્માને રાગ-દ્વેષ કરવા જ જોઈએ. કેમકે પરમાણુમાં કર્મરૂપે થવાનું ઉપાદાન છે તેથી ત્યાં જીવના વિકારરૂપ નિમિત્ત પણ હોવું જ જોઈએ એ વાત બરાબર છે?
ઉત્તર- એ પ્રશ્ન જ અજ્ઞાનીનો છે. તારે તારા સ્વભાવમાં જોવાનું કામ છે કે પરમાણમાં જોવાનું કામ છે? જેની સ્વતંત્ર દષ્ટિ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com