________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ૬
ભગવાન શ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
——
સંયોગને જુએ છે, એ જ એની પરાધીનદષ્ટિ છે અને તે દૃષ્ટિથી પરમાં એકત્વબુદ્ધિ કદી ટળતી નથી. સમ્યગ્દષ્ટિ જીવ સ્વતંત્ર વસ્તુ સ્વભાવને જાએ છે કે, દરેક વસ્તુની સમય સમયની યોગ્યતાથી જ તેનું કાર્ય સ્વતંત્રપણે થાય છે. ૩૪. ઉપાદાન અને નિમિત્ત બંનેની સ્વતંત્ર લાયકાત
(લૂગડું અને અગ્નિ), લૂગડામાં જે વખતે, જે ક્ષેત્રે, જે સંયોગમાં, બળવાની લાયકાત હોય તે વખતે, તે ક્ષેત્રે, તે સંયોગમાં, તેનો બળવાનો પર્યાય થાય છે અને અગ્નિ તે વખતે સ્વયં હોય છે. અગ્નિ આવ્યો માટે લૂગડું બળી ગયું એમ નથી અને “લુગડામાં બળી જવાની અવસ્થા થવાની લાયકાત હોય પણ અગ્નિ કે બીજો યોગ્ય સંયોગ ન આવે તો તે અવસ્થા અટકી જાય” એમ પણ નથી. જે સમયે યોગ્યતા હોય તે સમયે જ તે બળે જ અને તે વખતે અગ્નિ પણ હોય જ. છતાં અગ્નિની ઉપસ્થિતિના કારણે લૂગડાની અવસ્થામાં કાંઈ પણ વિલક્ષણતા થઈ નથી. અગ્નિએ લૂગડાને બાળ્યું તે માન્યતા મિથ્યાત્વ છે.
કોઈ પૂછે કે લૂગડું બળતી વખતે અમુક જ અગ્નિ હતો અને બીજા ન તો તેનું શું કારણ? તો તેનો ઉત્તર એ છે કે, તે વખતે જે અગ્નિ હતો તે જ અગ્નિની નિમિત્તપણાની લાયકાત હતી. બીજો અગ્નિ ન જ હોય. કેમકે તેનામાં નિમિત્તપણાની લાયકાત હતી જ નહિ. ઉપાદાન વખતે જે નિમિત્તની યોગ્યતા હોય તે નિમિત્ત જ હોય, બીજું હોય જ નહિ. સૌના પોતાના કારણે સૌની અવસ્થા થઈ રહી છે. ત્યાં “નિમિત્તથી થયું અથવા નિમિત્તે કર્યું ” એમ અજ્ઞાની માને છે. ૩૫. ઉપાદાન અને નિમિત્ત બંનેની સ્વતંત્ર લાયકાત
(આત્મા અને કર્મ). આત્મા પોતાના પર્યાયમાં જ્યારે રાગ-દ્વેષ કરે ત્યારે કર્મના જે પરમાણુઓની યોગ્યતા હોય તે ઉદયરૂપ હોય જ, કર્મ ન હોય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com