________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૪
ભગવાન શ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
-----------
૨૯. નિમિત્તનું સ્વરૂપ સમજવા ધર્માસ્તિકાયનું દષ્ટાંત.
બધાંય નિમિત્તો “ધર્માસ્તિકાયવ” છે (જુઓ ઇષ્ટોપદેશ ગાથા ૩પ) ધર્માસ્તિકાય પદાર્થ તો લોકમાં સર્વત્ર છે. જ્યારે વસ્તુ પોતાની યોગ્યતાથી ચાલે ત્યારે ધર્માસ્તિકાયને નિમિત્ત કહેવાય, અને વસ્તુ ન ચાલે તો તેને નિમિત્ત કહેવાય નહિ. ધર્માસ્તિકાયની માફક જ બધાં નિમિત્તાનું સ્વરૂપ સમજી લેવું. ધર્માસ્તિકાર્યમાં નિમિત્તપણાની એવી લાયકાત છે કે પદાર્થો ગતિ કરે તેમાં જ તેને નિમિત્ત કહેવાય, પણ સ્થિતિમાં તેને નિમિત્ત કહેવાય નહિ. સ્થિતિમાં નિમિત્ત કહેવાય એવી લાયકાત અધર્માસ્તિકાયમાં છે.
૩૦. સિદ્ધ ભગવાન અલોકમાં કેમ નથી જતા? સિદ્ધ ભગવાન પોતાની ક્ષેત્રમંતરની લાયકાતથી એક સમયમાં જ્યારે લોકાગ્રે ગમન કરે છે ત્યારે ધર્માસ્તિકાયને નિમિત્ત કહેવાય છે. પરંતુ કોઈ ધર્માસ્તિકાયના અભાવને લીધે તેમનું અલોકમાં ગમન થતું નથી એમ નથી. તેઓ લોકાગ્રે સ્થિત થાય છે તે પણ તેમની જ તેવી લાયકાત છે તે કારણે છે. તે વખતે અધર્માસ્તિકાયને નિમિત્ત કહેવાય છે.
પ્રશ્ન- સિદ્ધભગવાન લોકાકાશની બહાર કેમ ગમન કરતા નથી?
ઉત્તર- તેમની લાયકાત જ તેવી છે. કેમ કે તે લોકનું દ્રવ્ય છે અને તેની લાયકાત લોકના છેડા સુધી જ જવાની છે. લોકાકાશની બહાર જવાની તેમનામાં લાયકાત જ નથી. “અલોકમાં ધર્માસ્તિકાયનો અભાવ છે માટે સિદ્ધ ત્યાં ગમન કરતા નથી” એ માત્ર વ્યવહાર નયનું કથન છે અર્થાત્ ઉપાદાનમાં સ્વયં લાયકાત અલોકમાં જવાની ન હોય ત્યારે નિમિત્ત પણ ન હોય એવો ઉપાદાન નિમિત્તનો મેળ બતાવવા માટે તે કથન છે.
૩૧. દરેક પદાર્થનું કાર્ય સ્વતંત્ર. કોઈએ પોતાના મુનીમ ઉપર પત્ર લખ્યો કે, અમુક રૂપિયા બેંકમાં મૂકો. અને મુનીમે બેંકમાં તે મૂકયા. તેમાં જીવે પત્ર લખવાનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com