________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાનશ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
––––––
(૧) ચૈતન્યની વિલાસરૂપ મોજને જરીક છૂટો પડીને જો. તે મોજને અંદરમાં દેખતાં શરીરાદિના મોહને તું તરત જ છોડી શકશે. “જ્ઞાતિં' એટલે ઝટ દઈને છોડી શકીશ. આ વાત સહેલી છે. કેમકે તારા સ્વભાવની છે. (પુસ્તક ૩ પાનું ૧૬)
(૨) સાતમી નરકની અનંતી વેદનામાં પડેલા પણ આત્માનો અનુભવ પામ્યા છે, તો સાતમી નરક જેટલી પીડા તો અહીં નથી ને? મનુષ્યપણું પામીને રોદણાં શું રોયા કરે છે? હવે સત્સમાગમે આત્માની પિછાણ કરી આત્માનુંભવ કર. (પા. ૧૭)
આ રીતે સમયસાર-પ્રવચનોમાં વારંવાર-હજારો વાર આત્માનુભવ કરવાની પ્રેરણા કરી છે, જૈન શાસ્ત્રનું ધ્યબિંદુ જ આત્મસ્વરૂપની સમજણ કરાવવી તે છે.
“અનુભવ પ્રકાશ' ગ્રંથમાં આત્માનુભવની પ્રેરણા કરતાં કહે છે કે કોઈ એમ જાણે કે “આજના સમયમાં સ્વરૂપ કઠણ છે.” તે સ્વરૂપની ચાહ મટાડનાર બહિરાત્મા છે. જ્યારે નવરો હોય ત્યારે વિકથા કરે છે, ત્યારે સ્વરૂપનું પરિણામ કરે તો કોણ રોકે છે? પરપરિણામ સુગમ, નિજ પરિણામ વિષમ બતાવે છે! દેખો અચરજની વાત ! પોતે દેખ્યા છે—જાણે છે છતાં દેખો ન જાય, જાણ્યો ન જાય એમ કહેતાં લાજ પણ આવતી નથી? જેના જશ ભવ્યજીવો ગાય છે, જેનો અપાર મહિમા જાણે મહાભવભાર મટે એવો આ સમયસાર (આત્મસ્વરૂપ) અવિકાર જાણી લેવો. (જુઓ અનુભવપ્રકાશ પાનું પ૬-૫૭).
આ જીવ અનાદિથી અજ્ઞાનને લીધે પરદ્રવ્યને પોતાનું કરવા મથે છે અને શરીરાદિને પોતાનું કરીને રાખવા માગે છે, પરંતુ પારદ્રવ્યને પરિણમન જીવને આધીન નથી; તેથી અનાદિથી જીવની મહેનત (અજ્ઞાનભાવ ) ના ફળમાં એક પરમાણુ પણ જીવનો થયો નથી. અનાદિથી દેહદૃષ્ટિપૂર્વક શરીરને પોતાનું માન્યું છે પણ હજી સુધી એક પણ રજકણ જીવનો થયો નથી અને કદી થવાનો પણ નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com