________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મસ્વરૂપના સાચી સમજણ સુલભ છે
૩પ
——
—–
બંને દ્રવ્ય ત્રિકાળ જુદાં જ છે. જીવ જ પોતાના સ્વરૂપની સાચી સમજણ કરવા માગે તો તે સુગમ છે અને જે પોતાના સ્વરૂપને સમજવા માગે તે પુરુષાર્થ દ્વારા અલ્પકાળમાં સમજી શકે છે. જીવ પોતાનું સ્વરૂપ જ્યારે સમજવા માગે ત્યારે સમજી શકે છે. સ્વરૂપ સમજવામાં અનંતકાળ લાગતો નથી. તેથી સમજણ સુલભ છે.
“સ્વરૂપનો અનુભવ કઠણ છે” એમ માનનાર બહિરાત્મા છે. પોતાનું ચૈતન્ય સ્વરૂપ શુધ્ધ છે, પુણ્યપાપ રહિત છે-તેનો અનુભવ કઠણ છે એમ વૃત્તિમાં લીધું ત્યાં શુધ્ધ-સ્વરૂપમાં ઢળવાનો નકાર આવ્યો અને બંધન તરફ ઢળવાનું જોર આવ્યું. અરે ભાઈ ! પોતાના આત્માનું સ્વરૂપ તે કઠણ હોય !!! જ્યારે નવરાશ મળે ત્યારે પરની વાત હોંશથી કરે છે પણ તે વખતે સ્વભાવની વાત કરે તો કોણે રોકે છે? પોતાને પોતાના સ્વરૂપની રુચિ નથી અને જન્મ મરણનો ભય નથી તેથી પોતાના સ્વરૂપ તરફ ઢળવાના પ્રયત્નને શલ્ય મારીને સ્વરૂપને જ કઠણ માને છે. જેણે પોતાના
સ્વભાવની સમજણ અને અનુભવને કઠણ માનીને તે તરફનો ઉત્સાહ છોડી દીધો છે અને શુભ અશુભ ભાવનો ઉત્સાહ આવે છે, તેણે વિકારને સહેલો માન્યો છે તે સ્વભાવનો અનાદર કરનાર મિથ્યાદષ્ટિ જ છે.
પોતાના સ્વભાવની રુચિ છૂટ નયા વગર અને વિકારની રુચિ થયા વગર “સ્વભાવ કઠણ અને વિકાર સહેલો” એમ અંતરથી મનાય જ નહિ. અંતરથી એટલે કે રુચિથી, હોંશથી, બોધિદુર્લભભાવના ભાવમાં ધર્મની દુર્લભતા વિચારે, ત્યાં સ્વરૂપની અરુચિ નથી પણ ધર્મ પ્રત્યેની પોતાની રુચિ અને પુરુષાર્થને વધારવા માટે તે ભાવના કરે છે. ધર્મ અત્યંત દુર્લભ છે” એમ ધર્મનો પ્રયત્ન છોડી દેવા માટે કહ્યું નથી. પરંતુ દુર્લભ છે માટે તે તરફના પુરુષાર્થમાં વિશેષ જાગૃતિ રાખવા માટે તે કથન છે. જે ખરેખર સ્વભાવને કઠણ માનીને સ્વભાવનો પુરુષાર્થ છોડે છે તે સ્વભાવનો અનાદર કરનાર અને વિકારનો આદર કસાર મિથ્યાદષ્ટિ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com