________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મસ્વરૂપની સાચી સમજણ સુલભ છે
પોતાનું આત્મસ્વરૂપ સમજવું સુગમ છે. અનાદિથી સ્વરૂપના અનભ્યાસને કારણે અઘરું લાગે છે, પરંતુ જો યથાર્થ રુચિ કરીને સમજવા માગે તો પોતાનું સ્વરૂપ સમજવું સહેલું છે.
બંગલો કરવો હોય તો ગમે તેવો હોશિયાર કારીગર હોય તો પણ બે ઘડીમાં ન થઈ શકે, પણ જો આત્મસ્વરૂપની ઓળખાણ કરવા માગે તો તે બે ઘડીમાં પણ થઈ શકે છે. આઠ વર્ષનો બાળક મણકો ન ઉપાડી શકે પરંતુ સાચી સમજણ દ્વારા આત્માનું ભાન કરી કેવળજ્ઞાન પામી શકે. આત્મા પરદ્રવ્યમાં કોઈ જ ફેરફાર ન કરી શકે પણ સ્વદ્રવ્યમાં તો પુરુષાર્થ દ્વારા સમસ્ત અજ્ઞાનનો નાશ કરી સમ્યજ્ઞાન પ્રગટાવી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. સ્વયં પુરુષાર્થ કરવા આત્મા પરિપૂર્ણ સ્વતંત્ર છે, પણ પરમાં કંઈ કરવા માટે આત્મામાં કિંચિત્ સામર્થ્ય નથી. આત્મામાં તેઓ બેહદ સ્વાધીન પુરુષાર્થ છે કે જો તે ઊંધો પડે તો બે ઘડીમાં સાતમી નરકે જાય અને સવળો પડે તો બે ઘડીમાં કેવળજ્ઞાન લઈ સિદ્ધ થાય.
પરમાગમ શ્રી સમયસારજીમાં કહ્યું છે કે “જો આ આત્મા બે ઘડી પુદ્ગલ દ્રવ્યથી ભિન્ન પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે (તેમાં લીન થાય ), પરિષહું આવ્યું પણ ડગે નહિ, તો ઘાતી કર્મનો નાશ કરી, કેવળજ્ઞાન ઉત્પન્ન કરી, મોક્ષને પ્રાપ્ત થાય. આત્માનુભવનું એવું મહાભ્ય છે તો મિથ્યાત્વનો નાશ કરી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થવી તો સુલભ છે; માટે શ્રી ગુરુઓએ એ જ ઉપદેશ પ્રધાનતાથી કર્યો છે.” (ગુજરાતી સમયસાર પાનું પર ).
શ્રી સમયસાર પ્રવચનોમાં આત્માની સમજણ કરવાની પ્રેરણા વારંવાર કરી છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com