________________
૩૦
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાનશ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
જો પાંચમું સમવાય આત્મામાં લાગું પડવું હોય તો તે આ પ્રમાણે છે-૫૨ વલણથી ખસીને સ્વભાવ તરફ વળતાં પ્રથમના ચારનું અસ્તિરૂપે અને કર્મનું નાસ્તિરૂપે એમ આત્મામાં પાંચે સમવાયનું પરિણમન થઈ ગયું છે એટલે સ્વના પુરુષાર્થમાં પાંચે સમવાય પોતાના પર્યાયમાં સમાઈ જાય છે. પહેલા ચાર અસ્તિથી અને પાંચમું નાસ્તિથી પોતામાં છે.
જ્યારે સમ્યક પુરુષાર્થ જીવે ન કર્યો ત્યારે વિકારી ભાવ માટે કર્મ નિમિત્ત કહેવાણું અને જ્યારે સમ્યક પુરુષાર્થ કર્યો ત્યારે કર્મનો અભાવ નિમિત્ત કહેવાણો છે. જીવ પોતામાં પુરુષાર્થ વડે ચાર સમવાય પ્રગટ કરે અને સામે કર્મની દશા ફરવાની ન હોય એમ બને જ નહિ. જીવ સ્વલક્ષ કરીને ચા૨ સમવાયરૂપે પરિણમ્યો અને કર્મ તરફ લક્ષ કરીને ન પરિણમ્યો (અર્થાત્ ઉદયમાં ન જોડાણો) ત્યારે કર્મની અવસ્થાને નિર્જરા કહેવાણી. જીવ સ્વસન્મુખ પરિણમ્યો ત્યારે ભલે કર્મ ઉદયમાં હોય પણ જીવના તે વખતના પરિણમનમાં કર્મના નિમિત્તની નાસ્તિ છે. પોતે સ્વમાં ભળ્યો અને કર્મ તરફ ન ભળ્યો તે જ કર્મની નાસ્તિ અર્થાત્ ઉદયનો અભાવ છે.
આત્મામાં એક સમયની સ્વસન્મુખ દશામાં પાંચે સમવાય આવી જાય છે. જીવ જ્યારે પુરુષાર્થ કરે ત્યારે તેને પાંચ સમવાય એક જ સમયે હોય છે. સ્વની પ્રતીતમાં પરની પ્રતીત આવી જ જાય છે. આવી ક્રમબદ્ધ વસ્તુસ્વરૂપની પ્રતીતમાં કેવળજ્ઞાનનો પુરુષાર્થ આવી ગયો છે.
પ્રશ્ન:- જીવ કેવળજ્ઞાન પ્રગટાવવાનો પુરુષાર્થ કરે પણ તે વખતે કર્મની ક્રમબદ્ધ અવસ્થા લાંબો કાળ રહેવાની હોય તો જીવને કેવળજ્ઞાન શી રીતે થાય?
ઉત્તર:- વાહ તારી શંકા! તને તારા પુરુષાર્થનો જ ભરોસો નથી. તેથી તારી દૃષ્ટિ કર્મ તરફ લંબાણી છે. ‘સૂર્ય ઊગશે અને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com