________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાનશ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
—
—
—
—
—
—
—–
સમાઈ જાય છે. સ્વભાવનો પુરુષાર્થ છે ત્યાં નિયમથી મોક્ષ છે એટલે પુરુષાર્થમાં જ નિયત આવી જાય છે, જ્યાં પુરુષાર્થ નથી ત્યાં મોક્ષપર્યાયનું નિયત પણ નથી.
અહો ! મહાન સંત મુનિશ્વરોએ જંગલમાં રહીને આત્મસ્વભાવનાં અમૃત વહેતાં મૂક્યાં છે. આચાર્ય દેવો ધર્મના સ્થંભ છે, આભના થોભ જેવા આચાર્યદવોએ પવિત્ર ધર્મને ટેકો આપીને ટકાવી રાખ્યો છે. એકેક આચાર્યભગવંતોએ ગજબ કામ કર્યું છે. સાધકદશામાં સ્વરૂપની શાંતિ વેદંતાં પરિષહોને જીતીને પરમ સત્યને જીવંત રાખ્યું છે. આચાર્યદવના કથનમાં કેવળજ્ઞાનના ભણકારા વાગી ગયા છે. આવાં મહાન શાસ્ત્રોની રચના કરીને આચાર્યોએ ઘણા ઘણા જીવો પર અપાર ઉપકાર કર્યો છે. રચના તો જુઓ ! પદે પદે કેટલું ગંભીર રહસ્ય છે.! આ તો સત્યની જાહેરાત છે. આના સંસ્કાર અપુર્વ ચીજ છે, અને આ સમજણ તો મુક્તિને વરવાનાં શ્રીફળ છે. આ સમજે તેનો મોક્ષ જ છે.
પ્રશ્ન- થવાનું હોય તે થાય છે- એમ માનવામાં અનેકાન્ત સ્વરૂપ ક્યાં આવ્યું?
ઉત્તર થવાનું હોય તેમ થાય છે એટલે પરનું પરથી થાય છે અને મારું મારાથી થાય છે એમ જાણીને પરથી ખસીને પોતા તરફ વળ્યો તેણે સ્વભાવના લક્ષ માન્યું છે, તેની માન્યતામાં અનેકાન્ત સ્વરૂપ છે, “મારો પર્યાય મારા દ્રવ્યમાંથી ક્રમબદ્ધ આવે છે, મારો પર્યાય પરમાંથી આવતો નથી” આમ, અનેકાંત છે તથા “પરનો પર્યાય પરના દ્રવ્યમાંથી ક્રમબદ્ધ જે થવાનો હોય તે થાય છે, હું તેનો પર્યાય પરના દ્રવ્યમાંથી ક્રમબદ્ધ જે થવાનો હોય તે થાય છે, હું તેનો પર્યાય કરતો નથી.” આમ, અનેકાંત છે; થવાનું હોય તે જ થાય” એમ જાણીને પોતાના દ્રવ્ય તરફ ઢળવું જોઈએ, પરંતુ “થવાનું હોય તે થાય” એમ જાણીને પોતાના દ્રવ્ય તરફ ઢળવું જોઈએ, પરંતુ “થવાનું હોય તે થાય ” એમ જે એકલા પરથી માને છે, પરંતુ સ્વદ્રવ્યનો પર્યાય ક્યાંથી આવે છે તેની પ્રતીત કરતો નથી એટલે કે પરલક્ષ છોડી સ્વલક્ષ કરતો નથી તે એકાંતવાદી છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com