________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬
ભગવાનશ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
———–
–––––––––
एवं जो णिश्चयदो जाणदि दव्वाणि दव्वपज़्जाए। सो सादिट्टी सुद्धो जो संकदि सो हु कुद्दिट्टी।। ३२३।।
અર્થ આ પ્રમાણે નિશ્ચયથી સર્વ દ્રવ્યો (જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ) તેમ જ તે દ્રવ્યના સર્વ પર્યાયોને સર્વજ્ઞના આગમ અનુસાર જાણે છે- શ્રધ્ધા કરે છે તે શુધ્ધ સમ્યગ્દષ્ટિ છે, અને જે આવું શ્રધ્ધાને ન કરે-શંકા સંદેહ કરે તે સર્વજ્ઞના આગમથી પ્રતિકૂળ છેપ્રગટપણે મિથ્યાદષ્ટિ છે.
| સર્વજ્ઞદવે કેવળજ્ઞાન વડે જાણીને આગમમાં કહેલાં દ્રવ્યો અને તેના અનાદિ-અનંતકાળના બધા પર્યાયો જેના જ્ઞાનમાં અને પ્રતીતમાં બેસી ગયા તે “સદ્દિવી સુદ્ધો” એટલે શુધ્ધ સમ્યગ્દષ્ટિ છે. મૂળ પાઠમાં “સો સદિ: શુદ્ધ' એમ કહીને જોર મૂકયું છે. પહેલી વાત અસ્તિથી કરી, પછી નાસ્તિથી કહે છે કે “સંદ્રિ સો હું વિgિ' જે તેમાં શંકા કરે છે તે પ્રગટપણે મિથ્યાષ્ટિ સર્વજ્ઞનો વેરી છે.
સ્વામીકાર્તિકેયાચાર્ય દેવે આ ૩ર૧-૩૨૨-૩૨૩ ગાથામાં ગૂઢ રહસ્ય સંકેલી દીધું છે. સમ્યગ્દષ્ટિ જીવ બરાબર જાણે છે કે ત્રિકાળી બધાય પદાર્થોની અવસ્થા ક્રમબદ્ધ છે. , સર્વજ્ઞદવે અને સમ્યગ્દષ્ટિમાં એટલો ફેર છે કે સર્વશદેવ બધાં દ્રવ્યોના ક્રમબદ્ધ પદાર્થોને પ્રત્યક્ષ જ્ઞાનથી જાણે છે; અને સમ્યગ્દષ્ટિ ધર્માત્મા બધાં દ્રવ્યોના ક્રમબદ્ધ પર્યાયોને આગમપ્રમાણથી પ્રતીતમાં લ્ય છે એટલે પરોક્ષ જ્ઞાનથી નક્કી કરે છે; સર્વજ્ઞને વર્તમાન રાગ-દ્વેષ સર્વણા ટળી ગયા છે, સમ્યગ્દષ્ટિને પણ અભિપ્રાયમાં રાગ-દ્વેષ સર્વથા ટળી ગયા છે. સર્વજ્ઞ ભગવાન કેવળ જ્ઞાનથી ત્રણ કાળને જાણે છે, સમ્યગ્દષ્ટિ જીવ જો કે કેવળજ્ઞાન વડે નથી જાણતો નથી જાણતો તો પણ નિ:શંક છે. પર્યાય દરેક વસ્તુનો જેમ ધર્મ છે. વસ્તુ સ્વતંત્રપણે પોતાના પર્યાયરૂપ થાય છે. જે વખતે જે પર્યાય થાય તેને પાત્ર જાણવાનું જ જ્ઞાનનું કર્તવ્ય છે. જાણતાં “આ પર્યાય આમ કેમ થયો” એમ શંકા કરનારને વસ્તુના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com