________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થ
૨૫
----------
-
--
ઉત્તર:- અરે ભાઈ, તારો પ્રશ્ન તો ઊંધેથી ઊપડ્યો છે. “વિકારી પર્યાય થવાનો હતો ત્યારે થયો.' આમ, જેણે પોતાના જ્ઞાનમાં પ્રતીત કરી છે તેની રુચિ ક્યાં અટકી છે? વિકારને જાણનાર જ્ઞાનની રુચિ છે કે વિકારી રુચિ છે? વિકારને યથાર્થપણે જાણવાનું કામ કરનાર વીર્ય તો પોતાના જ્ઞાનનું છે અને તે જ્ઞાનનું વીર્ય વિકારથી ખસીને સ્વભાવના જ્ઞાનમાં અટકયું છે. સ્વભાવના જ્ઞાનમાં અટકેલું વીર્ય વિકારની કે પરની રુચિમાં અટકે જ નહિ, પણ સ્વભાવના જોરે વિકારનો અલ્પકાળમાં ક્ષય કરે. જેને વિકારની રૂચિ છે તેની દૃષ્ટિનું જોર (વીર્યનું વજન ) વિકાર તરફ જાય છે. “થવાનો હોય તે જ પર્યાય ક્રમબદ્ધ થાય છે. આમ, કોનું વીર્ય કબૂલ કરે છે? આ કબૂલનારના વીર્યમાં પરમાં સુખબુદ્ધિ ન હોય, પણ સ્વભાવમાં જ સંતોષ હોય.
જેમ મોટા પુરુષના ઘરે લગ્નપ્રસંગ હોય અને માંડવે સાગમટે નોતરે બધાને આમંત્રણ કરીને હુરખથી બદામ પિસ્તાંના મેસુબ જમાડે તેમ અહીં સર્વજ્ઞદેવના ઘરનાં સાગમટે નોતરાં છે, “મુક્તિના માંડવે બધાને આમંત્રણ છે, આખા જગતને આમંત્રણ છે. મુક્તિ મંડપના હરખ જમણમાં સર્વજ્ઞ ભગવાને દિવ્યધ્વનિમાં પીરસેલાં ન્યાયોમાંથી ઊંચી-ઊંચી જાતના ન્યાયો પીરસાય છે કે જે પચાવતાં આત્મા પુષ્ટ થાય. તારે સર્વજ્ઞ ભગવાન થવું હોય તો તે પણ આ વાત માન. જેણે આ વાત માની તેની મુક્તિ જ છે. લ્યો! આ “મુક્તિના માંડવા” પછી ત્રીજા દિવસનાં હરખ જમણ ! ( સુવર્ણપુરીમાં “ભગવાનશ્રીકુંદકુંદપ્રવચનમંડપ” નું ખાતમુહૂર્ત-અર્થાત્
મુક્તિના માંડવા” માગસર સુદ ૧૦ ના રોજ થયેલ ત્યારથી ત્રીજા દિવસનું આ વ્યાખ્યાન હોવાથી અહીં “ત્રીજા દિવસનાં હરખ જમણ” કહેલ છે.)
હવે, ગાથા-૩ર૧-૩૨૨ માં જે વસ્તુસ્વરૂપ બતાવ્યું તેની વિશેષ દઢતા માટે ૩ર૩ મી ગાથા કહે છે – જે જીવ પુર્વે ગાથા-૩ર૧-૩રર માં કહેલા વસ્તુસ્વરૂપને જાણે છે તે તો સમ્યગ્દષ્ટિ છે અને જે તેમાં સંશય કરે છે તે મિથ્યાદષ્ટિ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com