________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થ
૧૭
–––––––––––––––----------------------
––––––––
પર્યાય કહો, જે પર્યાય થવાનો તે પર્યાય જ થયા કરે છે, જ્ઞાની જીવ જ્ઞાતાપણે જાણ્યા જ કરે છે; અને અજ્ઞાની જીવ કર્તાપણાનું મિથ્યા અભિમાન કરે છે. જે પરનાં અભિમાન કરે છે તેનો પર્યાય ક્રમબદ્ધ હીણો પરિણમે છે અને જે જ્ઞાતા રહે છે તેનો જ્ઞાનપર્યાય ક્રમબદ્ધ ખીલીને કેવળજ્ઞાન થાય છે.
વસ્તુના અનાદિ અનંત સમયના પર્યાયમાંથી એકે પર્યાયનો કમ ફરે નહિ. જેટલા અનાદિ અનંત કાળના સમય તેટલા દરેક વસ્તુના પર્યાયો છે. પહેલા સમયનો પહેલો પર્યાય, બીજા સમયનો બીજ, ત્રીજા સમયનો ત્રીજો-એમ જેટલા સમય તેટલા પર્યાયો ક્રમબદ્ધ છે. જેણે આમ સ્વીકાર્યું તેની દષ્ટિ એકેક પર્યાય ઉપરથી ખસીને અભેદ દ્રવ્ય ઉપર થઈ અને પરથી તે ઉદાસ થઈ ગયો. જો કોઈ એમ કહે કે હું પર્યાય કરી દઉં, તો તેણે વસ્તુના અનાદિ અનંતકાળના પર્યાયોમાં ફેરફાર કરવાનું માન્યું એટલે કે વસ્તુસ્વરૂપને વિપરીત પણે માન્યું, તેથી મિથ્યાષ્ટિ છે.
વસ્તુ અને વસ્તુના ગુણ તો અનાદિ-અનંત છે, અનાદિ, અનંત કાળના જેટલા સમયો છે તેટલા તે તે સમયના પર્યાયો વસ્તુમાંથી ક્રમબદ્ધ પ્રગટે છે. જે સમયનો જે પર્યાય છે તે જ પર્યાય પ્રગટ થાય છે. આડોઅવળો ન થાય તેમ જ પહેલાં-પછી ન થાય. પર્યાયના ક્રમમાં ફેરફાર કરવા કોઈ સમર્થ નથી. આ ક્રમબદ્ધ પર્યાયના સિદ્ધાંતમાં તો કેવળજ્ઞાન ખડું થઈ જાય છે. આ તો દષ્ટિના અજર પ્યાલા છે, તે પ્યાલા પચાવવા માટે શ્રદ્ધા-જ્ઞાનમાં અનંત પુરુષાર્થ જોઈએ. અનાદિ અનંત અખડ દ્રવ્યને પ્રતીતમાં લે ત્યારે ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા થાય છે. કેમકે ક્રમબદ્ધ પર્યાયનું મૂળ તો તે જ છે. જેણે ક્રમબદ્ધ પર્યાયોની શ્રદ્ધા કરી તે અનાદિઅનંત પર્યાયનો જ્ઞાયક અને ચૈતન્યના કેવળજ્ઞાનનો પ્રતીતિવંત થઈ ગયો. મારો પર્યાય મારા દ્રવ્યમાંથી આવે છે એમ દ્રવ્ય તરફ ઢળતાં, સાધકપર્યાયમાં અધૂરાશ રહી છે. તો પણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com