________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાન શ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
---
—
—
—
—
—
હવે તેને દ્રવ્ય તરફ જ જોવાનું રહ્યું, અને તે દ્રવ્યના જ જોરે પુર્ણતા થઈ જવાની છે.
વસ્તુનું સત્ય સ્વરૂપ તો આમ જ છે. આ સમયે જ છૂટકો છે ! વસ્તુનું સ્વાધીન પરિપુર્ણ સ્વરૂપ ખ્યાલમાં લીધા વગર પર્યાયમાં શાંતિ આવશે કયાથી? સુખદશા જોઈતી હોય તો એ વસ્તુસ્વરૂપ જાણવું પડશે કે જેમાંથી સુખદશા પ્રગટી શકે છે.
અહો! મારો પર્યાય પણ ક્રમબદ્ધ જ થાય છે, આમ જેણે નક્કી કર્યું તેને પોતામાં સમભાવ-જ્ઞાતાભાવ થઈ ગયો, પર્યાય ફેરવવાની આકુળતા ન રહી, પણ જે જે પર્યાય થાય તેનો જ્ઞાતાપણે જાણનાર રહ્યો. જે જ્ઞાતાપણે જાણનાર રહ્યો તેને કેવળજ્ઞાન થતાં શી વાર? જેને સ્વભાવ સમભાવી જ્ઞાન નથી એટલે કે પોતાના દ્રવ્યની ક્રમબદ્ધ અવસ્થાની જેને પ્રતીતિ નથી તે જીવની રૂચિ પરમાં જાય છે અને તેને વિષમભાવે ક્રમબદ્ધપણે વિકારી પર્યાય થાય છે. જ્ઞાતાપણાનો વિરોધ કરીને જે પર્યાય થાય છે તે વિષમભાવે (વિકારી) છે અને સ્વમાં દષ્ટિ કરીને જ્ઞાતાપણે રહેતાં જે પર્યાય થાય છે તે સમભાવે ક્રમબદ્ધ વિશેષ શુદ્ધ થતો જાય છે.
આમાં તો બધું પોતાના પર્યાયમાં જ સમાય છે. પોતાનો ક્રમબદ્ધ પર્યાય જો સ્વદૃષ્ટિથી કરે તો શુધ્ધ થાય અને જો પરદષ્ટિથી કરે તો અશુધ્ધ થાય, પર સાથે સંબંધ ન રહ્યો, પણ દષ્ટિ કઈ તરફ છે તે ઉપર ક્રમબદ્ધ પર્યાયનો આધાર છે. કોઈ જીવ શુભભાવ કરવાથી પરવસ્તુ (દેવગુરુ-શાસ્ત્ર કે મંદિર વગેરે) મેળવી શકે નહિ અને અશુભભાવ કરવાથી કોઈ પૈસા વગેરે પરવસ્તુ મેળવી શકે નહિ. જે પરવસ્તુ જે કાળેજે ક્ષેત્રે આવવાની હોય તે જ વસ્તુ તે કાળે-તે ક્ષેત્રે સ્વયં આવે છે, પણ આત્માના ભાવને કારણે તે આવતી નથી. બધી વસ્તુના પર્યાય તેના ક્રમબદ્ધ નિયમ પ્રમાણે જ થાય છે તેમાં ફેર પડતો નથી. આ સમજણમાં વસ્તુની પ્રતીતિ અને કેવળજ્ઞાન સ્વભાવનું અનંત વીર્ય પ્રગટે છે. આ માનતાં અનંતા પરદ્રવ્યોના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com