________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬
ભગવાન શ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
શકું એમ માન્યું એટલે તેણે સર્વજ્ઞના જ્ઞાનને સાચું ન કબૂલ્યું. ૩. વસ્તુની જ ક્રમબદ્ધ અવસ્થા થાય છે, ત્યાં નિમિત્ત કાંઈ કરે કે નિમિત્ત ફેરફાર કરી નાખે એ વાત ક્યાં રહી? નિમિત્ત પરનું કંઈ જ કરતું નથી, છતાં મારા નિમિત્તથી પરમાં કોઈ ફેરફાર થાય એમ જેણે માન્યું તેણે સાચા ન્યાયને માન્યો નથી અને, ૪-દ્રવ્યનો પર્યાય દ્રવ્યમાંથી જ આવે છે તેને બદલે પરમાંથી દ્રવ્યનો પર્યાય આવે છે એમ જેણે માન્યું ( અર્થાત્ હું પરનો પર્યાય કરું એમ માન્યું) તેણે દ્રવ્ય-પર્યાય-ના સ્વરૂપને માન્યું નથી. આ રીતે એક ઊંધી માન્યતામાં અનંત અસનું સેવન આવી જાય છે.
વસ્તુમાંથી ક્રમબદ્ધ પર્યાય આવે છે, તે બીજું કોઈ કરતું નથી, છતાં તે વખતે નિમિત્ત હાજર હોય છે ખરું, પરંતુ નિમિત્ત દ્વારા કોઈ પણ કાર્ય થતું નથી. નિમિત્ત મદદ કરે એમ પણ નથી અને નિમિત્તની હાજરી ન હોય એમ પણ બનતું નથી. જેમ જ્ઞાન બધી વસ્તુને માત્ર જાણે છે પણ કોઈનું કાંઈ કરતું નથી, તેમ નિમિત્ત માત્ર હાજર હોય છે પણ ઉપાદાનને તે કંઈ અસર, મદદ કે પ્રેરણા કરતું નથી.
જે સમયે લક્ષના પુરુષાર્થ વડે આત્માનો સમ્યગ્દર્શનપર્યાય પ્રગટે તે વખતે સાચાં દેવ-ગુરુ-શાસ્ત્ર નિમિત્તરૂપ હોય જ છે.
પ્રશ્ન:- જીવને સમ્યગ્દર્શન પ્રગટવાની તૈયારી હોય અને સાચાં દેવગુરુ-શાસ્ત્ર ન મળે તો સમ્યગ્દર્શન ન થાય ને?
ઉત્તર:- જીવની તૈયારી હોય અને સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર ન હોય એ વાત બને જ નહિ. ઉપાદાનકારણ તૈયાર થાય ત્યારે નિમિત્ત કારણ સ્વયં આવી મળે છે, પરંતુ કોઈ કોઈના કર્તા નથી. ઉપાદાનના કારણે નિમિત્ત આવ્યું નથી, તેમ જ નિમિત્તના કારણે ઉપાદાનનું કાર્ય થયું નથી. બંને સ્વતંત્રપણે પોતપોતાના કાર્યના કર્તા છે.
અહો ! વસ્તુની કેટલી સ્વતંત્રતા! સમસ્ત વસ્તુઓમાં ક્રમવર્તીપણું ચાલી જ રહ્યું છે. એક પછી એક પર્યાય કહો કે ક્રમબદ્ધ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com