________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨
ભગવાન શ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
––––––
—
—
—
—
—
—
—
—
—
—
=
=
=
=
=
=
=
==
—
—
—
—
—
—
—
—
—
—
સમ્યગ્દષ્ટિ પણ જ્ઞાયક જ છે. નિયમ મુજબ વસ્તુની ક્રમબદ્ધ દશા થાય છે એમ જેણે માન્યું તેણે વસ્તુ સ્વરૂપ જાણ્યું.
ભાઈ રે! આ નિયતવાદ નથી, પરંતુ પોતા જ્ઞાનમાં સમસ્ત પદાર્થોના નિયતનો (ક્રમબદ્ધ અવસ્થાઓનો) નિર્ણય કરનાર આ પુરુષાર્થવાદ છે. બધા પદાર્થોની કમબદ્ધ અવસ્થા થાય છે તો હું તેનું શું કરું? હું કોઈની અવસ્થાના ક્રમને ફેરવવા સમર્થ નથી, મારી અવસ્થા ક્રમબદ્ધ મારા દ્રવ્ય સ્વભાવમાંથી પ્રગટે છે. તેથી હું મારા દ્રવ્યસ્વભાવમાં એકાગ્ર રહીને બધાનો જાણનાર જ છું આવી સ્વભાવદષ્ટિ (દ્રવ્યદૃષ્ટિ) માં અનંત પુરુષાર્થ આવ્યો છે.
પ્રશ્ન:- જો બધું ક્રમબદ્ધ છે અને તેમાં જીવ કોઈ જ ફેરફાર ન કરી શકે તો પછી જીવમાં પુરુષાર્થ ક્યાં રહ્યો?
ઉત્તર- બધું કમબદ્ધ છે એવા નિર્ણયમાં જ જીવનો અનંત પુરુષાર્થ સમાણો છે, પરનો ફેરફાર કરવો તે કંઈ આત્માના પુરુષાર્થનું કાર્ય નથી. ભગવાન જગતનું બધું માત્ર જાણે જ છે. પરંતુ તેઓ પણ કંઈ ફેરવી ન શકે. તો તેથી શું ભગવાનનો પુરુષાર્થ પરિમિત (હદવાળો) થઈ ગયો? નહિ, નહિ. ભગવાનનો અનંત-અપરિમિત પુરુષાર્થ પોતાના જ્ઞાનમાં સમાણો છે. ભગવાનનો પુરુષાર્થ સ્વમાં છે, પરમાં નહિ. પુરુષાર્થ તે જીવદ્રવ્યનો પર્યાય છે. તેથી તેનું કાર્ય જીવના જ પર્યાયમાં આવે, પણ જીવના પુરુષાર્થનું કાર્ય પરમાં ન આવે.
સમ્યગ્દર્શન અને કેવળજ્ઞાનદશા આત્માના પુરુષાર્થ વગર થાય એમ જે માને તે મિથ્યાષ્ટિ છે. જ્ઞાની તો ક્ષણે ક્ષણે સ્વભાવની પૂર્ણતાના પુરુષાર્થની ભાવના કરે છે. અહો ! જેમને પૂરો જ્ઞાયકસ્વભાવ ઊઘડી ગયો તે કેવળજ્ઞાની છે, તેમના જ્ઞાનમાં બધું એક સાથે જણાય છે. આવી પ્રતીતિ કરતાં પોતે પણ સ્વદષ્ટિથી જોનાર જ રહ્યો. જ્ઞાન સિવાય પરનું કર્તુત્વ કે રાગાદિ એ બધું અભિપ્રાયમાથી ટળી ગયું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com