________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થ
૧૧
––––––––
કતૃત્વ અંતરથી માનતો હોય, પરમાં સુખબુદ્ધિ હોય અને કહે કે જે થવાનું હોય તે થશે- એ તો શુષ્કતા છે. એવી આ વાત નથી; જ્યારે અનંત પરદ્રવ્યોથી છૂટો પડીને એકલા સ્વભાવમાં જીવ સંતોષ માને છે ત્યારે આ વાત યથાર્થ બેસે છે, આની કબૂલાતમાં તો બધાય પર પદાર્થોથી ખસીને જ્ઞાન જ્ઞાનમાં જ રોકાણું છે. એટલે એકલો વીતરાગભાવનો પુરુષાર્થ પ્રગટયો છે. નરેન્દ્ર, દેવેન્દ્ર કે જિનેન્દ્ર ત્રણ કાળ, ત્રણ લોકમાં એક પરમાણુને ફેરવવા સમર્થ નથી; આવી જેને પ્રતીત છે તે જ્ઞાન તરફ વળ્યો છે, અને તને સમ્યગ્દર્શન છે. ક્રમે ક્રમે જ્ઞાનની દઢતાના જોરે રાગ તોડીને તે અલ્પ કાળમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરવાનો છે. કેમ કે બધું જ ક્રમબદ્ધ થાય છે, એમ નક્કી કર્યું હોવાથી હવે તે જ્ઞાતાભાવે જાણે જ છે, જ્ઞાનની એકાગ્રતાની કચાશના કારણે વર્તમાન થોડું અધૂરું જાણે છે અને અલ્પ રાગ-દ્વેષ પણ થાય છે; પરંતુ હું તો જ્ઞાન જ છું એવી શ્રદ્ધાના જોરે પુરુષાર્થની પૂર્ણતા કરી કેવળજ્ઞાન પામવાનો છે, તેથી હું તો જ્ઞાતાસ્વરૂપ છે. પરપદાર્થોની ક્રિયા સ્વતંત્ર થાય છે તેનો હું કર્તા નથી પણ જાણનાર જ છું. આવી યથાર્થ શ્રદ્ધા તે જ કેવળજ્ઞાન પ્રગટવાનો એક જ અપૂર્વ અને અફર (જરા પણ ઊણપ ન રાખે અને પાછો ન ફરે તેવો) ઉપાય છે.
જેમ વસ્તુમાં થાય છે તેમ કેવળી જાણે છે અને જેમ કેવળીએ જાણ્યું છે તેમ વસ્તુમાં થાય છે. આ રીતે શેય અને જ્ઞાયકને અરસપરસ મેળ છે. શેય જ્ઞાયક મેળ ન માને અને કર્તા કર્મનો જરા પણ મેળ માને તે જીવ મિથ્યાષ્ટિ છે. કેવળજ્ઞાની સંપૂર્ણ જ્ઞાયક છે, કોઈ પદાર્થ પ્રત્યે કર્તુત્વ કે રાગ-દ્વેષભાવ તેમને નથી. સમ્યગ્દષ્ટિ પણ એવી શ્રધ્ધા છે કે કેવળજ્ઞાનીની જેમ હું પણ જાણનાર જ છું. કોઈ વસ્તુનું હું કાંઈ કરી શકતો નથી. તેમ જ કોઈ વસ્તુના કારણે મારામાં ફેરફાર થતો નથી, અસ્થિરતાથી રાગ થઈ જાય તે મારું સ્વરૂપ નથી, આ રીતે શ્રદ્ધા અપેક્ષાએ તો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com