________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થ
આવી દ્રવ્યદષ્ટિના જોરે જ્ઞાનની પૂર્ણતાની ભાવનાથી વસ્તુસ્વરૂપ ચિંતવે છે. આ ભાવના નથી. કેમકે મિથ્યાદષ્ટિ જીવ તો પ૨નું કર્તૃત્વ માને છે; કર્તાપણાની માન્યતાવાળો જીવ જ્ઞાતાપણાની યથાર્થ ભાવના કરી શકે નહીં. કેમકે કર્તાપણાને અને જ્ઞાતાપણાને પરસ્પર વિરોધ છે.
૧૩
‘સર્વજ્ઞ ભગવાને પોતાના કેવળજ્ઞાનમાં જેમ જોયું હોય તેમજ થાય, આપણે તેમાં કોઈ ફેરફાર ન કરી શકીએ. તો પછી તેમાં પુરુષાર્થ રહેતો નથી ' આમ જે માને છે તે અજ્ઞાની છે હું ભાઈ! તું કોના જ્ઞાનથી વાત કરે છે? તારા જ્ઞાનથી કે બીજાના જ્ઞાનથી ? જો તું તારા જ્ઞાનથી જ વાત કરે છે તો પછી જે જ્ઞાને સર્વજ્ઞનો અને બધાં દ્રવ્યોની અવસ્થાનો નિર્ણય કરી લીધો તે જ્ઞાનમાં સ્વદ્રવ્યનો નિર્ણય ન હોય એ બને જ કેમ ? સ્વદ્રવ્યનો નિર્ણય કરનાર જ્ઞાનમાં અનંત પુરુષાર્થ છે.
વળી, તારી દલીલમાં ‘સર્વજ્ઞ ભગવાને પોતાના કેવળજ્ઞાનમાં જેમ જોયું હોય તેમ થાય' એમ કહ્યું છે, તો તે માત્ર વાત કરવા માટે કહ્યું છે કે તને સર્વજ્ઞના કેવળ જ્ઞાનનો નિર્ણય છે? પ્રથમ તો, જો કેવળજ્ઞાનનો તને નિર્ણય ન હોય તો પહેલાં તે નિર્ણય કર, અને જો સર્વજ્ઞના નિર્ણયપૂર્વક તું કહેતો હોય તો, સર્વજ્ઞ ભગવાનના કેવળજ્ઞાનનો નિર્ણય કરનાર જ્ઞાનમાં અનંત પુરુષાર્થ આવી જ જાય છે. સર્વજ્ઞનો નિર્ણય ક૨વામાં જ્ઞાનનું અનંત વીર્ય કામ કરે છે છતાં તેની ના પાડીને તું કહે છે કે, ‘ક્રમબદ્ધ પર્યાયમાં પુરુષાર્થ કયાં આવ્યો ?' તો તને પૂર્ણ કેવળજ્ઞાનના સ્વરૂપની જ શ્રદ્ધા થઈ નથી, તેમજ કેવળજ્ઞાનને કબૂલવાનો અનંત પુરુષાર્થ તારામાં પ્રગટયો નથી. કેવળજ્ઞાનને કબુલવામાં અનંત પુરુષાર્થની અસ્તિ આવે છે છતાં કબુલતો નથી તો તું માત્ર વાતો જ કરે છે પણ તને સર્વજ્ઞનો નિર્ણય થયો નથી. જો સર્વજ્ઞનો નિર્ણય હોય તો પુરુષાર્થની અને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com