________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનની સ્વાધીનતા ને અંશમાં પૂર્ણની પ્રત્યક્ષતા
૧૦૧
વાત કરો તો પરોક્ષમાં આવે, પણ નિમિત્ત કે વિકાર રહિત એકલા સામાન્યસ્વભાવનું અવલંબન છે ત્યાં વિશેષ પ્રત્યક્ષ જ થયું. અંશમાં પૂર્ણ પ્રત્યક્ષ જ હોય. જો અંશમાં પૂર્ણ પ્રત્યક્ષ ન હોય તો અંશ જ સિદ્ધ ન થાય. આ અંશ છે' એમ ત્યારે જ નક્કી થઈ શકે કે જ્યારે અંશી પ્રત્યક્ષ હોય. જો અંશી અર્થાત્ પૂર્ણ પ્રત્યક્ષ ન હોય તો અશ પણ સિદ્ધ થાય નહિ.
6
મતિ શ્રુતજ્ઞાન પણ ખરેખર તો સામાન્યના અવલંબને હોવાથી પ્રત્યક્ષ છે. મતિશ્રુતને પરોક્ષ કહ્યાં તે તો “પ૨ને જાણતાં ઇન્દ્રિયનું નિમિત્ત છે” એવા નિમિત્ત-નૈમિત્તિક સંબંધનું જ્ઞાન કરવા માટે તે કથન કર્યું છે, પણ સ્વને જાણતાં તો તે જ્ઞાન પણ પ્રત્યક્ષ જ છે.
પરાવલંબન રહિત સામાન્યના અવલંબને મારું વિશેષ જ્ઞાન થાય છે એમ જેને સામાન્ય સ્વભાની પ્રતીત બેઠી તેનું વિશેષજ્ઞાન પરને જાણતી વખતી વખતે પણ સ્વના અવલંબન સહિત જાણે છે. તેથી ખરેખર તો તે પણ પ્રત્યક્ષ જ છે. જેને નિમિત્ત વગરનો સ્વાધીન જ્ઞાન સ્વભાવ પ્રતીતમાં બેઠો તેને આખું જ્ઞાન પ્રત્યક્ષ જ છે.
,
‘આ થાંભલાનો ખૂણો છે' એમ જે જ્ઞાનમાં નક્કી કર્યું તે જ્ઞાન માં આખો થાંભલો ખ્યાલમાં આવી જ ગયો છે. ‘આ પાનું સમયસારનું છે' એમ નક્કી કર્યું ત્યાં આખું સમયસાર પુસ્તક છે અને તેનું પાનું છે એમ પૂર્ણ અને અંશ બંને જ્ઞાનના નિર્ણયમાં આવી ગયું. આ પાનું સમયસારનું છે એમ કહેતાં તેના આગળપાછળનાં બધાં પાનાં કોઈ બીજા પુસ્તકનાં નથી પણ સમયસારનાં જ છે, એમ આખું પુસ્તક ખ્યાલમાં આવી ગયું છે. આખા પુસ્તકને ખ્યાલમાં લીધા વિના ‘આ અંશ તે પુસ્તકનો છે’ એમ પણ નક્કી થઈ શકે નહિ. તેવી રીતે, ‘આ મતિ તે કેવળજ્ઞાનનો અંશ છે એમ આખુ કેવળજ્ઞાન પ્રત્યક્ષ લક્ષમાં આવ્યા વગર નક્કી થઈ શકે નહિ. કોઈ કહે કે, જ્ઞાનના નહિ ઊઘડેલા બીજા અંશો તો હજી બાકી છે ને? તો તેનો ખુલાસો અહીં આખાઅવયવી પુર્ણની વાત છે, બીજા અંશોની વાત લેવી નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com