________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧OO
ભગવાનશ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
======
રહે નહિ અને જો વિશેષ ન હોય તો સામાન્ય ગુણ જ સાબિત થતાં નથી. બધા ગુણો કાયમ છે; તેનું કાર્ય કોઈ નિમિત્ત કે રાગના અવલંબને જ્ઞાનીને થતું નથી પણ પોતાથી જ સામાન્યના અવલંબને થાય છે. આ સ્વાધીન સ્વરૂપ જેને બેઠું તેને પૂર્ણની પ્રતીત લેતો ગુણનો અંશ પ્રગટયો; જેને પૂર્ણની પ્રતીત લેતું જ્ઞાન ઊગ્યું તેને અલ્પકાળ માં મુક્તિ હોય જ.
જે સામાન્યના જોરે એક અંશ પ્રગટયો તે જ સામાન્યના જોરે પૂર્ણ દશા પ્રગટે છે. વિકલ્પના કારણે સામાન્યની વિશેષ અવસ્થા ન થાય. જો વિકલ્પના કારણે વિશેષ થતું હોય તો વિકલ્પનો અભાવ થતાં વિશેષનો પણ અભાવ થઈ જાય. વર્તમાન વિશેષ સામાન્યથી જ પ્રગટે છે–વિકલ્પથી પ્રગટતું નથી. આ સમજવું તે જ ધર્મ છે. દરેક દ્રવ્યની સ્વાધીનતાની આ ચોખ્ખી વાત છે, “બે ને બે ચાર” જેવી સીધી-સરળ વાત છે, તે સમજે નહિ અને તેને બદલે નિમિત્તથી થાય અને એક બીજાનું કરી દે એમ પરાશ્રયપણું જીવ માને તો તેનું બધું જ ખોટું છે, તે તેની મૂળ ભૂલ છે. પહેલાં જ “બે ને બે ત્રણ” એમ ભૂલ થઈ ગઈ હોય તો ત્યાર પછીની પણ બધી ભૂલ જ આવે. તેમ મૂળ વસ્તુસ્વભાવની માન્યતામાં જેની ભૂલ હોય તેનું બધું ખોટું
સ્વાધીનપણે પ્રગટેલો અંશ પુર્ણને પ્રત્યક્ષ કરે છે. પર દ્રવ્યો જગતમાં ભલ હો, પરનિમિત્ત ભલે હો, જગતમાં સર્વે વસ્તુઓનું અસ્તિત્વ છે, પણ તે કોઈ વસ્તુ મારી વિશેષ અવસ્થા કરવા સમર્થ નથી, મારા આત્માના સામાન્ય સ્વભાવને અવલંબીને મારી વિશેષદશા થાય છે. તે સ્વાધીન છે; અને એ સ્વાધીનપણે પ્રગટતું વિશેષ જ પૂર્ણ વિશેષરૂપ કેવળજ્ઞાનનું કારણ છે. જે વિશેષ પ્રગટયું તે પૂર્ણને પ્રત્યક્ષ કરતું પ્રગટે છે.
પ્રશ્ન- વર્તમાન અંશ પૂર્ણ પ્રત્યક્ષ કેવી રીતે થાય?
ઉત્તર:- જ્યાં વિશેષને પરનું અવલંબન ન રહ્યું અને એકલા સામાન્યનું અવલંબન જ રહ્યું ત્યાં પ્રત્યક્ષ જ થયું. જો નિમિત્તની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com