________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ન્યાયના વિરોધીઓના મતમાં, બન્ને (ભાવ-એકાન્ત અને અભાવ-એકાન્ત) નો પરસ્પર વિરોધ હોવાથી બન્નેમાં અલગ-અલગ દર્શાવેલા દોષો આવ્યા વિના રહે નહીં. જો આ પરેશાની (આપત્તિ) થી બચવા માટે કોઈ અવાચ્ય-એકાન્તનો સ્વીકાર કરે તો “અવાચ્ય' કહેવાથી વસ્તુ “અવાચ્ય' શબ્દ વડે “વાગ્ય' થઈ જાય. ૧૩.
कथंचित्ते सदेवेष्टं
कथंचिदसदेव तत् । तथोभयमवाच्यं च
નયયોગન્નિ સર્વથા II ૨૪
તેથી હે ભગવાન! આપે દર્શાવેલું વસ્તુસ્વરૂપ કથંચિત્ સત્ (ભાવસ્વરૂપ ), કથંચિત્ અસત્ (અભાવરૂપ ), કથંચિત ઉભય (ભાવાભાવરૂપ), કથંચિત્ અવક્તવ્ય, કથંચિત્ સત્-અવક્તવ્ય, કથંચિત્ અસત્- અવક્તવ્ય અને કથંચિત્ સત્-અસત્ અવક્તવ્ય છે; પરંતુ આ સર્વ સમભંગ નયોની અપેક્ષાએ જ છે, સર્વથા નહીં. ૧૪.
सदेव सर्व को नेच्छेत्
स्वरुपादि चतुष्टयात् । असदेव विपर्यासान्न,
વેન્ન વ્યવતિષ્ઠતે II ૨૪
સ્વરૂપાદિ ચતુષ્ટય (સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, કાળ, અને સ્વભાવ) ની અપેક્ષાએ વસ્તુના સદ્દભાવનો કોણ સ્વીકાર નહીં કરે? એ જ પ્રમાણે પરરૂપ ચતુષ્ટય (પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ અને પરભાવ) ની અપેક્ષાએ અભાવનો કોણ સ્વીકાર નહીં કરે? અર્થાત્ પ્રત્યેક બુદ્ધિમાન વ્યક્તિ સ્વીકાર કરે જ. જો કોઈ ન કરે તો એના વિચાર અનુસાર વસ્તુ-વ્યવસ્થા સિદ્ધ ન થાય. ૧૫.
૮O
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com