________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કાળો નાગ આવીને વૃક્ષને વિંટળાઈ ગયો અને ક્રોધાવેશમાં વીરોને પણ ધ્રુજાવી દે તેવા ફંફાડા મારવા લાગ્યો. પોતાને વિષમ સ્થિતિમાં આવી પડેલા જોઈને અન્ય બાળકો તો ભયથી ધ્રુજવા લાગ્યા, પરંતુ ધીર-વીર બાળક વર્ધમાનને તે ભયંકર નાગરાજ ડગાવી શકયો નહીં. મહાવીરને પોતાની તરફ નિર્ભયપણે અને નિઃશંકપણે આવતા જોઈને નાગરાજનો મદ ઊતરી ગયો અને પોતે પોતાના રસ્તે પલાયન થઈ ગયો.
એ જ પ્રકારે એક વખતે એક હાથી ગાડો થઈ ગયો. અને ગજશાળાનો સ્તંભ તોડીને નગરમાં તોફાન મચાવવા લાગ્યો. આખા ય નગરમાં હાહાકાર મચી ગયો. બધા લોકો ગભરાઈને અહીંતહીં ભાગવા લાગ્યા, પરંતુ રાજકુમાર વર્ધમાને પોતાની ધીરજ ખોઈ નહીં તથા શક્તિ અને યુક્તિ વડે તરત જ ગજરાજ પર અંકુશ મેળવી લીધો. રાજકુમાર વર્ધમાનની વીરતા અને ધીરજની ચર્ચા નગરમાં સર્વત્ર થવા લાગી.
તેઓ પ્રતિભાસંપન્ન રાજકુમાર હતા. મોટી મોટી સમસ્યાઓનું સમાધાન ચપટી વગાડતામાં જ કરી દેતા. તેઓ શાન્ત પ્રકૃતિના તો હતા જ, યુવાવસ્થામાં પ્રવેશ કરતાંની સાથે જ એમની ગંભીરતા વિશેષ વધી ગઈ. તેઓ અત્યંત એકાન્તપ્રિય બની ગયા. તેઓ નિરંતર ચિંતવનમાં જ લીન રહેતા હતા અને ગૂઢ તત્ત્વચર્ચાઓ કર્યા કરતા હતા. તત્ત્વ સંબંધી મોટામાં મોટી શંકાઓ તત્ત્વ-જિજ્ઞાસુઓ એમની પાસે કરતા અને વાત-વાતમાં જ તેઓ એમનું સમાધાન કરી દેતા હતા. ઘણી ખરી શંકાઓનું સમાધાન તો એમની સૌમ્ય આકૃતિ જ કરી દેતી હતી. મોટા મોટા ઋષિગણોની શંકાઓ પણ એમનાં દર્શનમાત્રથી જ શાંત જતી હતી. તેઓ શકાઓનું સમાધાન કરતા ન હતા, બલ્ક સ્વય સમાધાન હતા.
એક દિવસે તેઓ રાજમહેલના ચોથા મજલા પર એકાંતમાં વિચારમગ્ન બેઠા હતા. એમના બાળ-સાથીઓ એમને મળવા માટે આવ્યા અને માતા ત્રિશલાને પૂછવા લાગ્યા–“વર્ધમાન કયાં છે?” ગૃહકાર્યમાં તલ્લીન માતાએ સહજ જ કહી દીધું – “ઉપર”, બધાં બાળકો
૬૪
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com