________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સિદ્ધાર્થને જ્યારે આ સ્વપ્ર-પ્રસંગ સંભળાવ્યો અને એનું ફળ જાણવાની ઈચ્છા પ્રગટ કરી ત્યારે નિમિત્ત-શાસ્ત્રના જ્ઞાતા રાજા સિદ્ધાર્થ પુલકિત થઈ ગયા. એમની વાણી નીકળ્યા પહેલાં એમની પ્રફુલ્લ મુખાકૃતિએ આ શુભ સ્વપ્રોનું ઉત્તમ ફળ હોવાનું કહી દીધું. એમણે બતાવ્યું કે તમારા ઉદરથી ત્રણ લોકનાં હૃયો ઉપર શાસન કરવાવાળા ધર્મતીર્થના પ્રવર્તક, મહાભાગ્યશાળી ભાવી તીર્થકર બાળકનો જન્મ થશે. આજ તમારી કૂખ એ રીતે જ ધન્ય બની ગઈ જે રીતે આદિ તીર્થકર ઋષભદેવ (આદિનાથ)ના ગર્ભભારથી મરુદેવીની થઈ હતી.
સમગ્રપણે આ સ્વપ્રો બતાવે છે કે તમારો પુત્ર પુષ્પો જેવો કોમળ, ચન્દ્રમાં જેવો શીતળ, સૂર્ય જેવો પ્રતાપી, અજ્ઞાનરૂપ અંધકારનો નાશક, હાથી જેવો બળવાન, બળદ જેવો કર્મઠ, સાગર જેવો ગંભીર, રત્નોની રાશિ જેવો નિર્મલ અને નિધૂમ અગ્નિશિખા જેવો જાજ્વલ્યમાન થશે.
અષાડ સુદી ૬ ને દિવસે બાળક વર્ધમાન માતાના ગર્ભમાં આવ્યા.
બાળક વર્ધમાન જન્મથી જ સ્વસ્થ, સુંદર અને આકર્ષક વ્યક્તિત્વથી સંપન્ન હતા. તે બીજના ચંદ્રની જેમ વૃદ્ધિગત થતાં પોતાનું વર્ધમાન નામ સાર્થક કરવા લાગ્યા. એમની કંચનવર્ણી કાયા પોતાની નિર્મળ કાંતિથી સર્વને આકર્ષિત કરતી હતી. એમના રૂપ-સૌંદર્યનું પાન કરવા માટે સુરપતિ ઈન્દ્ર હજાર નેત્ર બનાવ્યાં હતાં.
તેઓ આત્મજ્ઞાની, વિચારવાન, વિવેકી અને નિર્ભીક બાળક હતા. ડરવું એ તો તેઓ શીખ્યા જ ન હતા. તેઓ સાહસની મૂર્તિ હતા. તેથી તેઓ બાળપણથી જ વીર, અતિવીર કહેવાવા લાગ્યા. એમનાં પાંચ નામો પ્રસિદ્ધ છે-વીર, અતિવીર, સન્મતિ, વર્ધમાન અને મહાવીર.
તેઓ શીધ્રબુદ્ધિ હતા અને આપત્તિઓમાં પોતાનું સંતુલન ખોતા નહીં. એક દિવસે પોતાની બાલ-સુલભ કીડાઓથી માતા-પિતા, પરિજનો અને નગરજનોને આનંદ આપનાર બાળક વર્ધમાન અન્ય રાજકુમારોની સાથે ક્રીડા-વનમાં ખેલી રહ્યા હતા. ખેલતાં ખેલતાં જ અન્ય બાળકોની સાથે વર્ધમાન પણ એક વૃક્ષ પર ચઢી ગયા. એટલામાં જ એક ભયાનક
૬૩
Please inform us of any errors on rajesh@AtmaDharma.com