________________
Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates
,, 66
ઉપર દોડી ગયા અને હાંફતા હાંફ્તા સાતમા મજલે પહોંચી ગયા, પણ ત્યાં વર્ધમાનને જોયા નહીં. જ્યારે એમણે સ્વાધ્યાયમાં લીન રાજા સિદ્ધાર્થને વર્ધમાનના સંબંધમાં પૂછ્યું તો એમણે ગરદન ઊંચી કર્યા વિના જ કહી દીધું-‘નીચે ’. માતા અને પિતાનાં પરસ્પર વિરોધી કથનો સાંભળીને બાળકો દ્વિધામાં પડી ગયા. છેવટે તેમણે એક-એક મજલે શોધવાનું શરૂ કર્યું અને ચોથે મજલે વર્ધમાનને વિચારમગ્ન બેઠેલા જોયા. બધા સાથીઓએ ઠપકો આપતાં કહ્યું- “તમે અહીં છૂપાઈને દાર્શનિકો જેવી મુદ્રામાં બેઠા છો અને અમે સાતેય મજલા ફરી વળ્યા. માતાજીને કેમ ન પૂછયું ? ” વર્ધમાને સહજ પ્રશ્ન કર્યો. સાથીઓએ કહ્યું “પૂછવાથી તો બધી ગડબડ થઈ. માતાજી કહે છે–‘ઉપર’ અને પિતાજી ‘નીચે ’. કયાં શોધવું? કોણ સાચું છે?” વર્ધમાને કહ્યું -- “બેઉ સાચાં છે, હું ચોથા મજલે હોવાથી માતાજીની અપેક્ષા ‘ઉપર' અને પિતાજીની અપેક્ષા ‘નીચે ’છું. કેમકે માતાજી પહેલે મજલે અને પિતાજી સાતમા મજલા પર છે. આટલું પણ નથી સમજતા ? ઉપર-નીચેની સ્થિતિ સાપેક્ષ છે. અપેક્ષા વિના ઉ૫૨-નીચેનો પ્રશ્ન જ નથી ઊઠતો. વસ્તુની સ્થિતિ ‘૫૨ ’થી નિરપેક્ષ હોવા છતાં પણ તેનું કથન સાપેક્ષ હોય છે.” આ પ્રમાણે બાળક વર્ધમાન ગહન સિદ્ધાંતો બાળકોને પણ સહજ સમજાવી દેતા હતા.
L
દુનિયા એમને પોતાના રંગે રંગવા ઈચ્છતી હતી, પરંતુ આત્માના રંગમાં સર્વાંગ તરબોળ રંગાયેલ મહાવી૨ ૫૨ દુનિયાનો રંગ ન ચઢયો. યૌવને પોતાના પ્રલોભનોના પાસા ફેંકયા પરંતુ એના દાવ પણ નિષ્ફળ ગયા. માતા-પિતાની મમતા એમને રોકવા ઈચ્છતી હતી, પરંતુ માતાનાં ઉભરાયેમાં આંસુનો પ્રવાહ એમને વહાવી (ચલિત કરી) શકયો નહીં.
એમનાં રૂપ-સૌંદર્ય અને બળ-પરાક્રમથી પ્રભાવિત થઈને અનેક રાજાગણ અપ્સરાઓના સાંદર્યને લજ્જિત કરી દે તેવી પોતાની કન્યાઓનાં લગ્ન એમની સાથે કરવાના પ્રસ્તાવ લઈને આવ્યા, પરંતુ અનેક રાજકન્યાઓના હ્રદયમાં નિવાસ કરવાવાળા મહાવીરનું મન એ કન્યાઓમાં ન હતું. માતા-પિતાએ પણ એમને લગ્ન કરવાનો ખૂબ
૬૫
Please inform us of any errors on rajesh@AtmaDharma.com