________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૨) ક્ષીણકષાય
જે જીવોના ભાવ, કષાયોનો સર્વથા ક્ષય થઈ જવાથી સ્ફટિકમણિના નિર્મળ પાત્રમાં રાખેલા સ્વચ્છ જળની સમાન પૂર્ણ નિર્મળ અર્થાત્ દ્રવ્ય-ભાવ ઉભયરૂપ મોહકર્મોનો સર્વથા અભાવ થવાથી પૂર્ણ વીતરાગતાને પ્રાપ્ત એકરૂપ હોય છે, તેમના તે ગુણસ્થાનની ક્ષીણકષાય સંજ્ઞા છે. એનો પણ કાળ અંતર્મુહુર્ત છે. એમાં પુર્ણ વીતરાગતાની સાથે છબસ્થપણું રહેલું હોવાથી એને ક્ષીણકષાય વીતરાગ છબસ્થ કહે છે. આ ગુણસ્થાનમાં સ્થિત યથાખ્યાત ચારિત્રના ધારક મુનિરાજને મોહનીય કર્મનો તો અત્યંત ક્ષય થાય છે અને બાકીનાં ત્રણ ઘાતિ કર્મોનો ક્ષયોપશમ રહે છે, અન્તર્મુહૂર્તમાં તેઓ પણ ક્ષય કરીને તેરમું ગુણસ્થાન પ્રાપ્ત કરે
(૧૩) સયોગકેવળી જિન
જે જીવોને કેવળજ્ઞાનરૂપી સૂર્યનાં કિરણોના સમૂહથી અજ્ઞાન અંધકાર સર્વથા નષ્ટ થઈ ચૂકયો છે અને જેમને નવ કેવળ-લબ્ધિઓ (ક્ષાયિક સમ્યકત્વ, ચારિત્ર, જ્ઞાન, દર્શન, દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય) પ્રગટ થઈ હોવાથી પરમાત્મા સંજ્ઞા પ્રાપ્ત થઈ છે; તે જીવો ઈન્દ્રિય અને આલોક (પ્રકાશ) આદિની અપેક્ષારહિત અસહાય જ્ઞાનદર્શન યુક્ત હોવાથી “કેવળી' ; યોગથી યુક્ત હોવાના કારણે “સયોગ” અને દ્રવ્ય-ભાવ ઉભયરૂપ ઘાતિ કર્મો પર વિજય પ્રાપ્ત કરવાના કારણે “જિન” કહેવાય છે; એમના આ ગુણસ્થાનની સંજ્ઞા સયોગકેવળી જિન છે. આ જ કેવળી ભગવાન પોતાની દિવ્ય-ધ્વનિ વડે ભવ્ય જીવોને મોક્ષમાર્ગનો ઉપદેશ આપીને સંસારમાં મોક્ષમાર્ગનો પ્રકાશ કરે છે.
આ ગુણસ્થાનમાં યોગનું કંપન હોવાથી એક સમયમાત્ર સ્થિતિનો સાતવેદનીયનો આસ્રવ થાય છે, પરંતુ કષાયનો અભાવ હોવાથી બંધ થતો નથી.
(૧૪) અયોગકેવળી જિન
આ ગુણસ્થાનમાં સ્થિત અરહુન્ત ભગવાન મન-વચન-કાયના યોગોથી રહિત અને કેવળજ્ઞાન સહિત હોવાથી આ ગુણસ્થાનની સંજ્ઞા
૫૯
Please inform us of any errors on rajesh@AtmaDharma.com