________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અયોગકેવળી જિન છે. આ ગુણસ્થાનનો કાળ એ, ઈ, ઉં, ઝ, લુ આ પાંચ દ્વસ્વ સ્વરોના ઉચ્ચારણ કરવા જેટલો છે. આ ગુણસ્થાનના અંતિમ બે સમયમાં અધાતિ કર્મોની સર્વ કર્મ પ્રકૃતિઓનો ક્ષય કરીને આ ભગવાન સિદ્ધત્વને પ્રાપ્ત થાય છે. સિદ્ધ પરમેષ્ઠી
જે જીવો પૂર્વોક્ત સંસારની ભૂમિકાસ્વરૂપ ચૌદ ગુણસ્થાનોને પાર કરીને દ્રવ્યભાવ ઉભયરૂપ જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારનાં કર્મોથી રહિત થઈ ગયા છે; નિરાકુળતા-લક્ષણ આત્માધીન અનન્ત સુખનો નિરંતર ભોગ કરે છે; દ્રવ્યકર્મ ભાવકર્મ અને નોકર્મથી રહિત હોવાને કારણે નિરંજન છે; સિદ્ધ પર્યાયને છોડીને પુનઃ બીજી પર્યાયને પ્રાપ્ત થતાં નથી તેથી નિત્ય છે; દ્રવ્ય-ભાવ ઉભયરૂપ આઠ કર્મોનો નાશ થવાથી સમ્યકત્વ આદિ આઠ ગુણો (ક્ષાયિક સમ્યકત્વ, અનન્તજ્ઞાન, અનન્તદર્શન, અનન્તવીર્ય, સૂક્ષ્મત્વ, અવગાહુનત્વ, અગુરુલઘુત, અવ્યાબાધત્વ) ને પ્રાપ્ત થયા છે; આત્મા સંબંધી કોઈ કાર્ય કરવાનું બાકી રહેલું નહીં હોવાથી કૃતકૃત્ય છે; અને ચારેય દિશાઓ, ચારેય વિદિશાઓ તથા નીચે જવારૂપ સ્વભાવ નહીં હોવાથી માત્ર લોકના અગ્રભાગ સુધી જવારૂપ સ્વભાવ હોવાથી લોકના અગ્રભાગે સ્થિત છે; તેમને સિદ્ધ કહે છે. પ્રશ્ન:
૧. ગુણસ્થાન કોને કહે છે? તે કેટલા પ્રકારનાં છે? નામ સહિત ગણવો. ૨. નીચેનામાંથી પરસ્પર તફાવત બતાવોઃ
(ક) પ્રમત્તસંયત અને અપ્રમત્તસંયત. (ખ) અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ. (ગ) ઉપશાંતકષાય અને ક્ષીણકષાય. (ઘ) સયોગકેવળી જિન અને અયોગકેવળી જિન ૩. નીચે લખેલાં ગુણસ્થાનોની પરિભાષા આપો:
સાસાદન, અવિરત સમ્યકત્વ, દેશવિરત, મિથ્યાત્વ. ૪. સિદ્ધાન્તવર્તી નેમિચંદ્રાચાર્યના વ્યક્તિત્વ અને કર્તૃત્વ સંબંધી પરિચય આપો.
૬O
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com