________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્તનું સાચું જ્ઞાન નહીં હોવાથી વ્યક્તિ પોતે કરેલાં કાર્યો (અપરાધો ) નું કર્તૃત્વ નિમિત્ત ઉપર ઢોળી દઈને પોતે નિર્દોષ રહેવા ઈચ્છે છે. પરંતુ જેમ ચોર પોતે કરેલી ચોરીનો આરોપ ચાંદની રાતના નામ ૫૨ મઢી દંડમુક્ત થઈ શકતો નથી, તે જ પ્રમાણે આત્મા પણ પોતે કરેલા મોહ-રાગ-દ્વેષ ભાવોનું કર્તૃત્વ કર્મો ૫૨ ઢોળી દઈને દુઃખ-મુક્ત થઈ શક્તો નથી. ઉપરોક્ત સ્થિતિમાં સ્વદોષ-દર્શન અને આત્મનિરીક્ષણની પ્રવૃત્તિ તરફ દષ્ટિ સુદ્ધાં જતી નથી.
આની યથાર્થ સમજણથી ૫૨-કર્તૃત્વનું અભિમાન દૂર થઈ જાય છે. પરાશ્રયના ભાવને કારણે ઉત્પન્ન થતી દીનતા-હીનતાનો અભાવ થઈ જાય છે. પ્રત્યેક દ્રવ્યની સ્વતંત્રતાનું ભાન થાય છે અને સ્વાવલંબનનો ભાવ જાગૃત થાય છે. પર પદાર્થોના સહયોગની આકાંક્ષાથી થતી વ્યગ્રતાનો અભાવ થતાં સહજ સ્વાભાવિક શાન્ત દશા પ્રગટ થાય છે.
હવે સમય થઈ ગયો છે. આજે જે બતાવ્યું છે તેના ઉપર ગંભીરતાથી વિચાર કરજો ! તેથી તમારું કલ્યાણ થશે!!
પ્રશ્ન:
૧. ઉપાદાન કોને કહે છે? તે કેટલા પ્રકારનાં છે? ઉદાહરણ સહિત સ્પષ્ટ કરો.
૨. નિમિત્ત કોને કહે છે? તે કેટલા પ્રકારનાં છે? પ્રેરક નિમિત્તથી શું આશય છે?
૩. કોઈ એક કાર્ય પર ઉપાદાન-ઉપાદેય અને નિમિત્ત-નૈમિત્તિક ઘટાવીને સમજાવો.
૪. ઉપાદાન-નિમિત્તને જાણવાથી શું લાભ થાય ?
૩૩
Please inform us of any errors on rajesh@AtmaDharma.com