________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
માટે તે નિયમરૂપ નિમિત્ત પણ નથી. એ પ્રમાણે પર-દ્રવ્યનો દોષ જોવો એ તો મિથ્યાભાવ છે. ”
નિમિત્ત ઉપાદાનમાં બળપૂર્વક કાંઈ કરતું નથી, તેમ ઉપાદાન પણ બળપૂર્વક કોઈ નિમિત્તોને લાવી દે કે મેળવી દે એમ પણ નથી. બન્નેનો સહજ જ સંબંધ હોય છે. નિમિત્ત-નૈમિત્તિક સંબંધની સહજતા વિષે પંડિત ટોડરમલજીએ આ પ્રમાણે સ્પષ્ટતા કરી છે -
જો કર્મ પોતે કર્તરૂપ થઈ પ્રયત્નપૂર્વક જીવના સ્વભાવને હણે વા બાહ્ય સામગ્રી મેળવી આપે તો કર્મમાં ચૈતન્યપણું તથા બળવાનપણું પણ સંભવે, પણ એમ તો નથી. કોઈ સહજ જ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. જ્યારે તે કર્મોનો ઉદયકાળ હોય ત્યારે આત્મા પોતે જ સ્વભાવરૂપ નહિ પરિણમતાં વિભાવરૂપ પરિણમે છે તથા જે અન્ય દ્રવ્યો છે તે એ જ પ્રમાણે સંબંધરૂપ થઈને પરિણમે છે. જેમ સૂર્યોદય સમયે ચકલા-ચકવીનો સંયોગ થાય છે ત્યાં કોઈ એ દ્રષબુદ્ધિથી વા બળપૂર્વક રાત્રિ વિશે તેમને જુદાં કર્યા નથી, તેમ કોઈએ કરુણાબુદ્ધિપૂર્વક દિવસે લાવીને મેળવ્યાં નથી; સૂર્યોદયનું નિમિત્ત પામીને સ્વયં જ મળે છે, તથા સૂર્યાસ્તનું નિમિત્ત પામીને સ્વયં જ છૂટાં પડે છે. એવો જ નિમિત્તનૈમિત્તિકભાવ બની રહ્યો છે. એ જ પ્રમાણે કર્મનો પણ નિમિત્ત-નૈમિત્તિકભાવ જાણવો.” જિજ્ઞાસુ
નિમિત્ત-ઉપાદાનના ઝગડામાં આપણે પડીએ જ શા માટે? એને ન જાણીએ તો શું નુકસાન છે? અને જાણવાથી શું ફાયદો છે? પ્રવચનકાર:
| નિમિત્ત-ઉપાદાનનું સાચું સ્વરૂપ સમજવામાં ઝગડો નથી. એકને બીજાનો કર્તા માનવામાં ઝગડો છે. આ ઝગડાને કારણે જીવ દુઃખી છે. નિમિત્ત-ઉપાદાનનું સાચું સ્વરૂપ સમજવાથી આ ઝગડો દૂર થઈ જાય.
૧. મોક્ષમાર્ગ પ્રકાશક, શ્રી. દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ. ચોથી
આવૃતિ પાનું ૨૪૮. ૨. એ જ. પાનું ૨૯.
૩૨
Please inform us of any errors on rajesh@AtmaDharma.com