________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચનકાર:
અમો ઉપદેશરૂપ નિમિત્તનો નિષેધ કયારે કરીએ છીએ? અમે તો નિમિત્તના કર્તત્વનો નિષેધ કરીએ છીએ. જો ઉપદેશથી જ આત્મહિત થતું હોય તો ઉપદેશ તો ઘણા જીવો સાંભળે છે, બધાનું હિત કેમ થઈ જતું નથી ? ભગવાન મહાવીરના જીવનું હિત મારીચિના ભવમાં જ કેમ ન થઈ ગયું? શું ત્યાં સ–નિમિત્તાની ઉણપ હતી ? પિતા ચક્રવર્તી ભરત, ધર્મચક્રના આદિ પ્રવર્તક ભગવાન ઋષભદેવ દાદા! ભગવાન ઋષભદેવના સમવસરણમાં તેમનો ઉપદેશ સાંભળીને તો તેણે વિરોધ-ભાવ ઉત્પન્ન કર્યો હતો. શું તેમના ઉપદેશમાં કાંઈ ખામી હતી ? શું ચારણ
ઋદ્ધિધારી મુનિઓનો ઉપદેશ એનાથી પણ અધિક સારો હતો? એથી સિદ્ધ થાય છે કે જ્યારે ઉપાદાનની તૈયારી હોય ત્યારે કાર્ય થાય જ છે અને તે સમયે યોગ્ય (સાનુકૂળ) નિમિત્ત પણ હોય જ છે, તેને શોધવા જવું પડતું નથી. દૂર સિંહની અવસ્થામાં ઘોર વનમાં ઉપદેશનો અવસર પ્રાપ્ત થાય તેમ કયાં હતું? પણ તેનો પુરુષાર્થ જાગૃત થયો તો નિમિત્ત આકાશથી ઊતરી આવ્યું. એટલા માટે જ તો કહ્યું હતું કે આત્માર્થીએ નિમિત્તો શોધવામાં–મેળવવામાં વ્યગ્ર થવું જોઈએ નહીં. નિમિત્ત હોતું નથી' એમ કોણ કહે છે? પરંતુ નિમિત્તોને શોધવાં પણ નથી પડતાં. જ્યારે ઉપાદાનમાં કાર્ય નીપજે છે ત્યારે તદ્દનુકૂળ નિમિત્ત હોય જ છે.
નિમિત્તોને અનુસરીને કાર્ય નીપજતું નથી, પણ કાર્ય અનુસાર નિમિત્ત કહેવામાં આવે છે. વેશ્યાના મૃત-શરીર (મડદું) ને જોઈને રાગી ને રાગ અને વૈરાગીને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. તે વેશ્યા રાગીને રાગનું અને વૈરાગીને વૈરાગ્યનું નિમિત્ત કહેવામાં આવે છે. જો નિમિત્તને અનુસરીને કાર્ય થતું હોય તો તેને જોઈને દરેકને યા તો રાગ જ ઉત્પન્ન થવો જોઈએ અથવા વૈરાગ્ય. - આચાર્યકલ્પ પંડિત ટોડરમલજી કહે છે – “પર દ્રવ્ય કોઈ બળાત્કારથી તો બગાડતું નથી, પણ પોતાના ભાવ બગડે ત્યારે તે પણ બાહ્ય નિમિત્ત છે. વળી એ નિમિત્ત વિના પણ ભાવ તો બગડે છે,
૩૧
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com