________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
શંકાકા૨:
નિમિત્ત પણ બે પ્રકારનાં હોય છે! ઉદાસીન અને પ્રેરક.
પ્રવચનકાર:
હા, નિમિત્તોનું વર્ગીકરણ પણ ઉદાસીન અને પ્રેરક એમ બે રીતે કરવામાં આવે છે. ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, આકાશ અને કાલદ્રવ્ય ઈચ્છાશક્તિથી રહિત અને નિષ્ક્રિય હોવાથી ઉદાસીન નિમિત્ત કહેવાય છે; તથા જીવ દ્રવ્ય ઈચ્છાવાન અને ક્રિયાવાન હોવાથી અને પુદ્દગલદ્રવ્ય ક્રિયાવાન હોવાથી પ્રેરક નિમિત્ત કહેવાય છે. તોપણ કાર્યની ઉત્પત્તિમાં બધાં જ નિમિત્ત ધર્માસ્તિકાયની જેમ ઉદાસીન જ છે. આચાર્ય પૂજ્યપાદ સ્વામીએ ઈષ્ટોપદેશમાં એ જ કહ્યું છેઃ
नाज्ञो विज्ञत्वमायाति, विज्ञो नाज्ञत्वमृच्छति । निमित्तमात्रमन्यस्तु, તેર્ધર્માસ્તિાયવત્ ।। રૂ‰।।
અજ્ઞને ઉપદેશાદિ નિમિત્તો વડે વિજ્ઞ કરી શકાતો નથી અને વિજ્ઞને અજ્ઞ કરી શકાતો નથી, કેમ કે પ૨ પદાર્થ તો નિમિત્ત માત્ર છે જેમ સ્વયં ગતિ કરતાં જીવ અને પુદ્દગલોને ધર્માસ્તિકાય હોય છે તેમ.
આની વિશેષ સ્પષ્ટતા કરતાં એની સંસ્કૃત ટીકામાં લખ્યું છેઃ
66
“અહી એમ શંકા થાય કે-આ પ્રમાણે તો બાહ્ય નિમિત્તોનું નિરાકરણ જ થઈ જશે. એનું સમાધાન કર્યું છેઃ- અન્ય જે ગુરુ આદિ તથા શત્રુ આદિ છે તે પ્રકૃત કાર્યના ઉત્પાદમાં તથા નાશમાં ફક્ત નિમિત્ત માત્ર છે. પરમાર્થે કોઈ કાર્યની ઉત્પત્તિ થવામાં વા વ્યય થવામાં તેની યોગ્યતા જ સાક્ષાત્ સાધક હોય છે.” જિજ્ઞાસુઃ
૧. ચારણ ઋદ્ધિધારી મુનિઓનો ઉપદેશ પામીને તો ભગવાન મહાવીરના જીવે પોતાની પૂર્વ સિંહની અવસ્થામાં આત્મહિત કર્યું હતું! એનું જ એ પરિણામ છે કે તે જીવ આગળ જતાં ભગવાન મહાવીર થયો. આપ ઉપદેશરૂપ નિમિત્તનો નિષેધ કેમ કરો છો?
૧. ઈષ્ટોપદેશ (શ્રીમદ્દ રાજચંદ્ર આશ્રમ, અગાસ ) ૪૨-૪૩.
૩૦
Please inform us of any errors on rajesh@Atma Dharma.com