________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
પાઠ ૪
પ્રવચનકાર :
ઉપાદાન-નિમિત્ત
મંગલ ભગવાન્ વીરો, મંગલ ગૌતમો ગણી । મંગલ કુન્દકુન્દાર્યો, જૈન ધર્મોઽસ્તુ મંગલમ્ ।।
જગતનો દરેક પદાર્થ સ્વયં પરિણમનશીલ છે. પદાર્થોના પરિણમનને પર્યાય વા કાર્ય કહે છે, કાર્યને કર્મ, અવસ્થા, હાલત, દશા, પરિણામ અને પરિણતિ પણ કહે છે. દરેક પદાર્થ પોતાના પરિણમનનો સ્વયં કર્તા છે, તેને પોતાનું પરિણમન કરવામાં બીજાના સહયોગની ચંચમાત્ર પણ આવશ્યકતા નથી. અજ્ઞાની જીવો ૫૨ના સહયોગની આકાંક્ષાથી વ્યર્થ જ દુ:ખી થાય છે.
જિજ્ઞાસુ :
કારણ વિના કાર્યની ઉત્પત્તિ સંભવિત નથી. તો પછી કારણો શોધવાં–મેળવવાં એને વ્યર્થ કેમ માની શકાય?
પ્રવચનકાર :
તમે એ ઠીક કહો છો કે કારણ વિના કાર્યની ઉત્પત્તિ સંભવિત નથી. પરંતુ કારણ કોને કહે છે તે જાણો છો? કાર્યની ઉત્પાદક સામગ્રીને જ કારણ કહે છે. તે કારણો બે પ્રકારનાં હોય છે :- ઉપાદાનકારણ અને નિમિત્તકારણ.
જે સ્વયં કાર્યરૂપ પરિણમે તેને ઉપાદાનકારણ કહે છે. સ્વયં (વિવક્ષિત ) કાર્યરૂપ તો પરિણમે નહીં, પરંતુ કાર્યની ઉત્પત્તિમાં અનુકૂળ હોવાનો જેના પર આરોપ આવી શકે તેને નિમિત્તકા૨ણ કહે છે; જેમ કે –‘ઘટ' રૂપ કાર્યનું માટી ઉપાદાનકારણ છે અને ચક્ર, દંડ અને કુંભાર નિમિત્તકા૨ણ છે.
૨૭
Please inform us of any errors on rajesh@AtmaDharma.com