________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
તેને સમજાવતાં ગુરુદેવ કહે છે કે હૈ ભાઈ! જ્યાં સુધી શુભાશુભ ક્રિયાના પરિણામ રહે છે ત્યાં સુધી યોગ (મન, વચન, કાય ) અને ઉપયોગ (જ્ઞાનદર્શન ) માં ચંચલતા રહ્યા કરે છે. જ્યાં સુધી યોગ અને ઉપયોગમાં સ્થિરતા આવે નહીં ત્યાં સુધી શુદ્ધાત્માનો અનુભવ થતો નથી. તેથી શુભાશુભ બન્નેય ક્રિયાઓ મોક્ષમાર્ગને ખંડિત કરવામાં કાતર સમાન છે. બન્નેય બંધ કરનારી છે. બન્નેમાંથી એકેય ભલી નથી. મેં બંનેનો નિષેધ મોક્ષમાર્ગમાં બાધક જાણીને જ કર્યો છે.
આ પ્રમાણે પંડિત બનારસીદાસજીએ આગમ-અનુકૂળ પોતાનો દૃષ્ટિકોણ સ્પષ્ટપણે પ્રગટ કર્યો છે.
આના સંદર્ભમાં આચાર્યકલ્પ પંડિત ટોડરમલજી લખે છે :
k
“વળી આસ્ત્રવતત્ત્વમાં જે હિંસાદિરૂપ પાપાસ્ત્રવ છે તેને તો હેય જાણે છે; તથા અહિંસાદિરૂપ પુણ્યાસ્ત્રવ છે તેને ઉપાદેય માને છે. પરંતુ એ તો બન્ને કર્મબંધનાં જ કારણ છે, તેમાં ઉપાદેયપણું માનવું એ જ મિથ્યાદર્શન છે. એ પ્રમાણે અહિંસાની માફક સત્યાદિક તો પુણ્ય-બંધનાં કારણ છે તથા હિંસાની માફક અસત્યાદિક પાપબંધનાં કારણ છે; એ સર્વ મિથ્યા-અધ્યવસાય છે, તે બધો ત્યાજ્ય છે. માટે હિંસાદિની જેમ જ અહિંસાદિકને પણ બંધનાં કારણ જાણી હૈયરૂપ જ માનવાં.... જ્યાં વીતરાગ થઈ દુષ્ટા-જ્ઞાતારૂપ પ્રવર્તે ત્યાં જ નિબંધતા છે તેથી તે ઉપાદેય છે. હવે એવી દશા ન થાય ત્યાં સુધી પ્રશસ્તરાગરૂપ પ્રવર્તો, પરંતુ શ્રદ્ધાન તો એવું રાખો કે–આ પણ બંધનું કા૨ણ છે, હેય છે; જો શ્રદ્ધાનમાં તેને મોક્ષમાર્ગ જાણે તો તે મિથ્યાદષ્ટિ જ છે.
૧
આ પ્રમાણે આપણે જોઈએ છીએ કે લૌકિક દૃષ્ટિએ પાપની અપેક્ષાએ પુણ્ય સારું છે અને એ જ તથ્યને ધ્યાનમાં લઈને શાસ્ત્રોમાં તેને વ્યવહા૨થી ધર્મ પણ કહેવામાં આવેલ છે, તેમ છતાં મોક્ષમાર્ગમાં તેનું સ્થાન અભાવાત્મક જ છે.
૧. મોક્ષમાર્ગ પ્રકાશક, શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ, ચોથી આવૃત્તિ પાનું ૨૨૯-૨૩૦. (ગુજરાત )
૨૫
Please inform us of any errors on rajesh@AtmaDharma.com