________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મારા મનમાં એક સંશય ઉત્પન્ન થયો છે કે મોક્ષમાર્ગની સાધના કરનારા અવિરતિ સમ્યગ્દષ્ટિ (ચતુર્થ ગુણસ્થાનવર્તી), અણુવ્રતી (પંચમ-ગુણસ્થાનવર્તી) અને મહાવ્રતી (છઠ્ઠાગુણસ્થાનવર્સી) જીવોની અવસ્થા કોઈ અવલંબન વિના તો રહી શકતી નથી; તેમને તો વ્રત, શીલ, સંયમ, દયા, દાન, જપ, તપ, પૂજન આદિનું અવલંબન જોઈએ જ. માટે આપ આ કર્મોનો નિષેધ કેમ કરો છો?
આનું સમાધાન કરતાં ગુરુ કહે છે કે હે ભાઈ ! એમ નથી. શું મુક્તિમાર્ગના પથિક જીવોનું અવલંબન પુણ્ય-પાપરૂપ હોય છે? અરે, એમનું અવલંબન તો એમનો જ્ઞાનાનન્દ સ્વભાવી આત્મા છે, જે હમેશાં વિદ્યમાન છે. કર્મોનો અભાવ તો આત્માનુભવ અને એના અભ્યાસ વડે જ થાય છે. તેથી તેઓ નિરાવલંબી હોવાનો કોઈ પ્રશ્ન જ નથી. મોહ-રાગ-દ્વેષ રહિત આત્મામાં સમાધિસ્થ રહેવું એ જ મુક્તિનું કારણ અને મોક્ષનું સ્વરૂપ છે, વ્રતાદિના વિકલ્પો અને જડની કિયા તો પુગલની પ્રતિચ્છાયા છે. કહ્યું પણ છે:
કરમ સુભાશુભ દોઈ, પદ્ગલપિંડ વિભાવ મલા
ઈનસૌ મુકતિ ન કોઈ, નહિં કેવલ પદ પાઈએT 8 || શુભ અને અશુભ એ બન્ને કર્મમલ છે, પુદગલ પિંડ છે અને આત્માનો વિભાવ છે. એમના વડે કેવલજ્ઞાન અને મોક્ષની પ્રાપ્તિ સંભવિત નથી. શિષ્ય- કોઊ શિષ્ય કહે સ્વામી ! અસુભકિયા અસુદ્ધ,
સુભકિયા સુદ્ધ તુમ ઐસી કયાઁ ન વરની | ગુરુ- ગુરુ કહૈ જબલોં ક્રિયાકે પરિનામ રહેં.
તબલૌં ચપલ ઉપયોગ જોગ ધરની II થિરતા ન આવે તોલોં સુદ્ધ અનુભી ન હોઈ,
યાતૈ દોઉ કિયા મોખ-પંથકી કતરની ! બંધકી કરયા દોઊ દુહુર્મ ન ભલી કોઊ,
બાધક વિચારિ મેં નિસિદ્ધ કીની કરની || ૨ એટલું સાંભળીને કોઈ સમન્વયવાદી શિષ્ય સુચન કરતાં કહે છે કે હું ગુરદેવ ! આપ શુભકિયા શુદ્ધ અને અશુભકિયા અશુદ્ધ છે એમ કેમ કહેતા નથી?
૨૪
Please inform us of any errors on rajesh@AtmaDharma.com